________________
જાળવવું જ રહ્યું. ફરી મનુષ્ય ભવનો ભરોસો નથી. આ ભવે જેટલું ખપાવી શકાય તેટલું ઉત્તમ. બાકી પુનર્જન્મોની વણઝાર તો છે જ. મુક્તિ પર્યત.
Corolla sdal : Dealth is an ending to the son of the earth, but not to the soul, it is the start, the triumph of life.
અર્થાત્ : “મૃત્યુ ધરતી પરના - ધરતીના પુત્રનો અંત હોઈ શકે, પણ આત્માનો અંત નથી હોતો. આત્મા માટે તો મૃત્યુ પ્રારંભ છે, પ્રસ્થાન છે; જીવનની વિજયપતાકા છે.'
જ્ઞાનીઓ કહે છે : જીવવા માટે મરવું જોઈએ. મૃત્યુ સિવાય પુનર્જન્મ નથી. અજન્માં થતાં પહેલાં અનેક મૃત્યુઓમાંથી પસાર થવું પડે છે. - જિબ્રાને ગ્રીક પુરાણકથામાં આવતા ફિનીકસ પંખીની વાત માર્મિક રીતે કહી છે : અને એ જ પ્રમાણે તમારી લાગણીને બુદ્ધિના તંતૂ એટલો દોર આપી શકે કે એ, પોતાની જાતને જવાલાને સમર્પે, છતાં પોતે તો એમાંથી નવજીવન લઈને અમર્ય અગન પંખીની માફક પોતાની રાખને ખંખેરી કાઢે; તમારી બુદ્ધિને અને તમારી લાગણીને તમારા આત્માની જો આટલી પાંખ મળી જાય! (ફિનીકસ પંખી મૃત્યુ આવતાં અગ્નિમાં પડી રાખ થઈ જાય છે, અને એ રાખમાંથી ફરી જીવતું થાય છે !)
વળી જિબ્રાન કહે છે :
જ્ઞાન કરતાં પણ વધારે બળવાન એક વસ્તુ છે. માણસ ચૈતન્યનો શિશુ છે. એ ન જાણે તેમ ચૈતન્યની જ્યોત એમાં પ્રકાશતી હોય છે. - એના નિત વધતા પ્રકાશની, તમને તો જાણ પણ નથી હોતી. અને તમે તો તમારા વહી જતા દિવસોને શોક કરતા હો છે!
મૃત્યુનો ભય એ જીવનને છે, જે શરીરના અંદરના જીવનમાં જ જીવન શોધે છે! ત્યાં જ જીવન હોવાનું માને છે!
‘પણ ખરી રીતે આહીં નથી મૃત્યુ, નથી કબર' જિબ્રાને “નહિં ઐસો જન્મ વારંવાર ની વાત પણ કહી છે. ,
આત્માના અનંત પ્રવાસ વિષે જિબ્રાન કહે છે : | ‘જે તૃપ્તિ ઈચ્છાઓની મૈત્રી બાંધે છે, અને જેની ઈચ્છાઓ પદાર્થોની મૈત્રી બાંધે છે, એ તૃપ્તિ પોતે જ અતૃપ્તિ બની રહે છે. અને એની શોધમાં ફરનારો, કેવળ રાખના રમકડાં મેળવે છે.
‘એટલે તૃપ્તિને તો, હે હૃદય! તું આહીં શોધે છે, પણ એ તો તારે ત્યાં રહે છે! અને આ કેવી નવાઈની વાત છે કે, જે તારે ત્યાં રહે છે, તેને તું આહીં શોધે છે! ને એ આહીં નથી મળતું ત્યારે તારી કમનસીબીને તું રોવા બેસે છે! જન્મ પુનર્જન્મ
૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org