________________
नष्टे देहे ज्ञानी तथा आत्मानं न मन्यते नष्टम ॥ भिन्न वस्त्रमेव यथा जीव देहात् मन्यते ज्ञानी । देहमपि भिन्नं ज्ञानी तथा आत्मनः मन्यते जानीहि ॥
અર્થાત્ : જેવી રીતે કોઈ બુદ્ધિમાન પુરુષ વસ્ર જીર્ણ થતાં શરીરને જીર્ણ માનતો નથી. તેવી રીતે શરીર જીર્ણ થતાં આત્માને જીર્ણ માનતો નથી. વળી તેવો પુરુષ વસ્ત્ર નષ્ટ થતાં શરીરને નાશ પામેલું માનતો નથી, તેવી રીતે દેહનો નાશ થતાં, જ્ઞાની આત્માનો નાશ માનતો નથી.
હે જીવ, જેવી રીતે દેહ અને વસ્ત્રનો ભેદ જાણનાર જ્ઞાની વસ્ત્રને શરીરથી જુદું જ માને છે, તેવી રીતે દેહ અને આત્માનો ભેદ જાણનાર ભેદજ્ઞાની દેહને આત્માથી ભિન્ન માને છે, એમ તું જાણ. યોગેન્દુદેવવિરચિત - પરમાત્મપ્રકાશ દ્વિતીય મહાધિકારમ્ ગા. ૧૭૯ થી ૧૮૧. મૃત્યુથી જીવન સમાપ્ત થતું નથી. જીવનધારા ચાલુ જ રહે છે. નવું કલેવર, નવી સૃષ્ટિ, નવાં આયામ, નવલાં સર્જન; મૃત્યુ માત્ર એક ઓરડામાંથી બીજા ઓરડામાં પ્રવેશવા જેવી જ વાત છે. મૃત્યુ એ નવા જીવનનો પ્રારંભ છે.આત્મા શાશ્વત છે શરીર - ખોળીયું બદલાય છે.
મૃત્યુ સાથે જીવન થંભી નથી જતું. બધું સમાપ્ત નથી થઈ જતું. પુનર્જન્મ છે, આ એક જ વાત માનવીને અદ્ભુત સમાધાન અને સંતોષ આપે છે. એટલે આ જીવન છોડતાં જેઓ પુનર્જન્મમાં નથી માનતા, એમને જે ખેદ, ભય કે ક્લેશ થાય છે, તે આપણને નથી થતો. અને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ, તેનું એક મહત્ કારણ છે પુનર્જન્મમાં શ્રદ્ધા. The Thought of Eternity
consoles us for the shortness of Life.
કર્મબંધ હોય ત્યાં સુધી કોઈ પણ ગતિમાં જીવે ભ્રમણ કવું જ પડે છે. સામાન્યપણે આયુષ્યનો બે તૃતિયાંશ કાળ પસાર થાય ત્યારે આવતા ભવનો બંધ પડી જાય છે.
કર્મની વ્યવસ્થા નિરપવાદ છે. ફર્મો બાંધવા ન બાંધવા, સંવર કરવો, કે વેદવા, વેઠવા વિગેરે આપણા પોતાના પુરુષાર્થને આધીન છે. માનવી સ્વાધીન અને સ્વતંત્ર છે. કોઈકના પુરુષાર્થનું ફળ કોઈકને મળે, એવો કેઈ ઉલ્લેખ કે નિર્દેશ શાસ્ત્રોમાં મળતો નથી. આજનો પુરુષાર્થ એ આવતી કાલનું પ્રારબ્ધ. કર્મોના બંધ તો જન્મજન્માંતરના છે. એને ખપાવવા અનેક જન્મો પણ લાગે, પરંતુ છતાં આપણા હાથની વાત છે, માનવી અને એના કર્મની વચ્ચે કોઈ ત્રીજું તત્ત્વ દખલગીરી કરતું નથી, કરી શકતું નથી. Personal liberty is the paramount essential to the human dignity, human happiness and salvation from human bondage, માનવીય ગૌરવનું સન્માન સૌએ
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૮૩
www.jainelibrary.org