________________
અને એક વધુ જાણવા જેવી વાત તો એ છે, કે તૃપ્તિની શોધ એ તારી - હૃદયની પેદાશ છે. પણ અતૃપ્તિ, એ તો આત્માની પેદાશ છે. એટલે તું તૃપ્તિને મેળવીને પણ, જ્યાં સુધી આત્માની અતૃપ્તિ નહિં મેળવે, ત્યાં સુધી હીંગુજી જેવું નાનકડું જ રહેશે. આત્માને તો જોઈએ છે અતૃપ્તિ, એ તો યુગ યુગથી ચાલી આવતી મહાન મુસાફરીનો મહાન મુસાફર છે, એ અનંત મુસાફરને આહીં તૃપ્તિનો ધામા કેવા?
અને એ તૃપ્તિ તારા માટે ભલે શિખર હશે, પણ તારા આત્મા માટે તો, અતૃપ્તિના મહાન પંથની, એ શરૂઆત છે. એનો અતૃપ્તિનો મહાન પંથ, કોઈ દિવસ તૃપ્તિને જાણતો નથી. એ ન જાગવું, એનું નામ જ, અનંત વિકાસની કેડી છે! આત્માને એનું મૂળ ધામ મેળવ્યા પછી તૃપ્તિ - અતૃપ્તિ રહે છે જ ક્યાં?
આગળ કહ્યું છે : “સાચી વાત તો આટલી જ છે કે તમારે ત્યાં માણસ જન્મે છે, એ મરણમાં જ જન્મે છે. મરણમાં જીવે છે, અને મરણમાં જ મરે છે! આહીં કોઈ જન્મીને જીવતું નથી. આ મૃત્યુભર્યા જન્મને જો કોઈ ભોમાં ભંડારે, તો એમાંથી જીવન જન્મે - પણ એ કામ કોણ કરે? આહીં જ્યાં બધાં જ મુડદાં, ચાવી દીધેલાં પુતળાંની જેમ દોડી જ રહ્યાં છે, ત્યાં આ જીવન છે, ને આ મૃત્યુ છે, એવું ફિલસૂકડું ડોળવાનો તો કોને વખત છે? ને કોને કામ છે?
આત્મ દેવને ન ઓળખનારા ગુલામોની વચ્ચે રહેવું તેના કરતાં તે ગમે ત્યાં રખડ્યા કરવું, એ વધુ સાર્થક જીવન નથી?
એ જીવન એકાકી છે, એકાકી રહેવા સરજાયું છે, પણ એ તો બીજું શું થાય? જ્યાં વધુ મરેલા છે, ને કોઈક જ જીવતા છે, ત્યાં બીજું શું થાય? એકાકી!
ખલિલ જિબ્રાનનો એક અંતરંગ મિત્ર હતો : સારકિસ એપેન્ડી. લેબેનોનના બૌદ્ધિક વર્તુળમાં ખૂબ સન્માનનીય. એની પ્રકાશન સંસ્થા હતી. લીસેઈન - ઉલ : હલ નામનું દૈનિક અખબાર કાઢતો. આરબ સંગઠન અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે સ્થપાયેલી સંસ્થા Arab League of Progress એ ૧૯૧૨ માં કવિ મુતરામનું સન્માન કરવાનું નક્કી કર્યું. એફેન્ડી સન્માન સમીતિના પ્રમુખ હતા. જિબ્રાનને અમેરિકા નિમંત્રણ મોકલાયું, બેરૂતમાં આયોજિત સમારંભમાં જિબ્રાન પહોંચી શકે તેમ ન હતા એટલે જિબ્રાને એક વાર્તા મોકલાવી અને સન્માન સમારંભમાં વાંચવામાં આવે એવી ઈચ્છા પ્રગટ કરી. વાર્તા વંચાઈ. વાતાર્મા જિબ્રાને પુનર્જન્મમાં શ્રદ્ધા વ્યક્ત કરતાં સન્માનિત કવિમાં અવતરેલી મહાન આત્માની પ્રશંસા કરી છે : વાર્તાનું સ્થળ છે : બાલબંક નગર અને સમય છે : ઈ. પૂર્વ ૧૧૨. - વાર્તામાં એક અમીર પાસે ભારતથી એક ઋષિ આવે છે. જે ભારતના જન્મ પુનર્જન્મ
૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org