________________
જ્ઞાન ન હોય તો સફળપાણે રમી શકાય નહિં.
શાસ્ત્રોમાંથી એક મહાન સંદેશ આપણને હમેશાં મળતો રહ્યો છે, કે માણસની સર્વ સંપત્તિનો સ્ત્રોત પરમાત્મા છે.
માણસને ભરપુરપણે બધું મળતુ રહે, એ એનો દૈવી અધિકાર છે. તે માટે તેણે પોતાની ચેતનાની મર્યાદાઓ તોડી નાખવી જોઈએ.
આપણે જે વસ્તુને શોધીએ છીએ. તે વસ્તુ આપણને પણ શોધતી હોય છે. ટેલીફોન, ગ્રેહામ બેલને શોધતો હતો!
એક ચિંતકે આજ વાત કહી છે : Seeking the Truth is the first stage towards finding it. After the seeking comes the realization that Truth also is seeking the seeker himself.
ઘણી વાર લોકો પૂછે છે “શા માટે કેટલાક માણસો સમૃદ્ધ અને સ્વસ્થ જન્મે છે, અને બીજા ગરીબ અને માંદા હોય છે?
આનો ઉત્તર છે : પુનર્જન્મનો નિયમ ! માણસ સત્યદર્શન કરે, અને મુક્તિ થાય તે પહેલાં તે ઘણા જન્મો ને મૃત્યુમાંથી પસાર થાય છે. અધૂરી વાસનાને કારણે તે ફરી ફરી પોતાના કર્મોનું ઋણ ચૂકવવા કે નિર્માણ પૂરું કરવા પૃથ્વી પર આવે છે. સ્વસ્થ સમૃદ્ધ માણસોએ આગલા જન્મમાં પોતાના અર્ધજાગૃત મનમાં આરોગ્ય અને સંપત્તિના ચિત્રો અંકિત કર્યો હોય છે. ગરીબ રોગી માણસે દરિદ્રતા અને માંદગીના.
જો કે જન્મ અને મૃત્યુ પણ માનવીય નિયમો છે. સાચો આધ્યાત્મિક માણસ અજન્મા છે, અમર છે.
ફલોરેન્સે માનવી પુરુષાર્થ કરવા સ્વાધીન છે, એવું સમર્થન કર્યું છે. પૂર્વભવ - ભવાંતર
૧૦ મી જુલાઈ ૧૯૨૬ ના મહર્ષિ અરવિંદે નોંધ્યું છે;
યોગની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં મને મારાં કેટલાંક પૂર્વભવોનું જ્ઞાન થયું. મારા પૂર્વેના વ્યક્તિત્વોના તત્ત્વો - ઘટકો જે મારા ચારિત્રવિકાસમાં ઘડતરમાં હતાં, તે આ ભવમાં પણ કાર્યાન્વિત છે. મારી ક્ષમતાઓ તેમજ અક્ષમતાઓ મારા પૂર્વભવોમાંથી ઉતરી આવ્યાં છે. રાજકિય ક્ષેત્રમાં મારૂ સક્રિય કાર્ય તથા મારી યોગસાધનાનું કર્મ પૂર્વેનાં મારાં જુદા જુદા વ્યક્તિત્વોમાંથી ઉતર્યા છે. પણ મારા ચારિત્રના અન્ય તત્ત્વો-ઘટકો મારાં પૂર્વેનાં અન્ય વ્યક્તિત્વોમાંથી ઉતર્યા નથી.
શ્રી અરવિંદ કહેતા કે આપણા પગનાં તળીયાંઓને પણ પોતાની નિજી સ્મૃતિ હોય છે.
'Stride, for the goal is far; rest not unduly, for The Master જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org