________________
- આત્મવિકાસનો ક્યારે ય લોપ થતો નથી. જીવ જે પામે છે, તે ક્યારેચ ખોવાતું નથી. કોઈ સાધના નિરર્થક ન હોઈ શકે. કારણ કે તમામ સાધનાનો હેતુ જ જન્મ - મરણના ચક્રમાંથી છૂટવાનો છે. આત્મા અવિનાશી, અમર, અજર છે. ગીતામાં કહ્યું છે :
નૈનં છિન્દન્તિ શસ્ત્રાગિ નૈનં દહતિ પાવક:
ન ચેન કલેદયત્સાપો ન શોષયતિ મારૂત: તેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણીમાં તે ડૂબી શકતો નથી, વાયુ તેને સૂકવી નથી શકતો. એ ભીંજાતો નથી, છેદાતો નથી, બળતો નથી, સૂકાતો નથી, તે સર્વવ્યાપક, નિત્ય, થિર, નિશ્ચય, શાશ્વત, તેને અચિંત્ય, અવ્યકત અને નિર્વિકાર કહેવાય છે, તેથી તેવો પિછાણી શોક કરવો ઘટે નહિં. જન્માનું મૃત્યુ નિશ્ચિત છે. મરેલાનો જન્મ. માટે જે ન ટળે, તેનો શોક ઘટે નહિ.
(અ.૨,૨૨, થી ૨૮) ન જાયતે પિયત વા કદાચિન્નાયે ભૂત્વા ભવિતા વા ન ભૂય: અો નિત્ય: શાશ્વતોડ્ય પુરાણો ન હન્યતે હજમાને શરીરે (અ. ૨, ૨૦) .
શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવતાં કહે છે : દેહ, અને દેહમાં રહેલા આત્માનો ભેદ તું ભૂલી ગયો લાગે છે. દેહ મરે છે, આત્મા નથી મરતો. દેહમાં જુવાની અને ઘડપણ આવે છે, તેમ તેનો નાશ પણ છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ થતો નથી. આત્મા તો અજન્મ છે; દેહને જન્મ છે. આત્માને નહિ. અને તે તો હવે પછી સદા રહેવાનો છે. જે દેહને વિષે તને મમત્વ છે, તેનો તો નાશ જ છે. તેમાં રહેલા આત્માનો વિચાર કરે તો તુરત સમજે કે તેનો નાશ કરવા કોઈ સમર્થ નથી. આજે કે કાલે મરે એવો નબળો દેહ, તે હું નથી
શરીર કેવળ ઉપરનો નજીવો પોપડો છે. હું કદીયે ન મરનારો અખંડ તેમજ વ્યાપક આત્મા છું. શરીરના નારા સાથે આત્માનો નાશ નથી. ન હન્યતે હન્ય માને શરીરે. શરીર હણાય છે, આત્મા નહિ.
જે નર એને જગતો નિત્ય, અવિનાશી, અજ, અવ્યય, તે નર કેમ ને કોને હગાવે અથવા હશે. (અ. ૨. ૨૧)
જીર્ણ થયેલાં વસ્ત્રો તજી દઈ જેમ મનુષ્ય નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમ જીર્ણ શરીર તજી દઈ આત્મા નવું શરીર ધારણ કરે છે (અ.૨.૨૨) • जीर्णेन वस्त्रेण तथा. बुधः देह न मन्यते जीर्णम्।..
देहेन जीर्णेन ज्ञानी तथा आत्मानं न मन्यते जीर्णम्॥ वस्त्रे प्रणष्टे यथा . बुधः देहं न मन्यते नष्टम। ।
જન્મ પુનર્જન્મ .
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org