________________
ફરી મળીશું કોઈક ભવમાં” ડોક્ટરે કહ્યું.
પોલીસ બેન્ડે સરોદો સાથે સલામી આપી, ટોળાંએ હર્ષનાદો કરી વિદાય આપી.
થોડા જ સમયમાં ડૉ લેન્સગ્નર એલાસ્કામાં જ અવસાન પામ્યા. કેનેડાના એડમન્ટન શહેરમાં જાહેર રજા પાળવામાં આવી અને ચર્ચમાં પ્રાર્થનાઓ થઈ. ડૉ. લેન્સગ્નરની અદભુત પ્રજ્ઞાને ઉદાત્ત સલામી અપાઈ. અનાયસ પ્રાપ્ત સિદ્ધિઓ :
કેટલીક વાર કોઈકને અસામાન્ય શક્તિ અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે, જેમાંની કેટલીક ધ્યાનાદિ સાધના દ્વારા થયેલી ચિત્તશુદ્ધિના પરિણામે સ્વયં ઉપલબ્ધ થતી હોય છે, તો કેટલીક આ જન્મની કોઈ સાધના દ્વારા નહિં, પૂર્વ જન્મોના સંસ્કારવશ શકિતકેંન્દ્ર જાગૃત થઈ જતાં પ્રાપ્ત થાય છે. - પ્રથમ પ્રકારનાં અનેક દષ્ટાંત યોગસાધકોનાં જીવનચરિત્રોમાં મળી આવે છે. જ્યારે ઈંગ્લેન્ડમાં જન્મેલી જોઆન ગ્રાંટ - Joan Grant -ને બાલ્યાવસ્થાથી પોતાનાં પૂર્વજન્મોની સ્મૃતિ અનાયાસ મળેલી. તેની આ શક્તિ મોટી ઉંમરે પણ ટકી રહેલી. તે પોતાના પૂર્વજીવનમાં ડોકિયું કરી શકતી. “Many Lifetimes' પુસ્તક પૂર્વજીવનોની સ્મૃતિઓના આધારે તેણે તેના માનસચિકિત્સક પતિના સહયોગમાં લખ્યું છે. એટલું જ નહિ પણ બીજાઓનાં પૂર્વજન્મોમાં પણ તે ડોકિયું કરી શકતી હતી! આ શક્તિને લાભ એના માનચિકિત્સક પતિ લેતા હતા. હઠિલા કેસોમાં તેઓ જ્યારે એજ - રિગ્રેશન દ્વારા દરદીનાં પૂર્વજીવનમાં રહેલી ગ્રંથિઓ ખોળી કાઢવામાં સફળ ન થતા, ત્યારે તેઓ, જોઆનને તેમનાં પૂર્વજીવનમાં ડોકિયું કરી, તેમના રોગ સાથે સંબંધિત ગ્રંથિઓ શોધી આપવા કહેતા. અને, તેમાં તેમને સફળતા મળતી.
બીજા પ્રકારની શક્તિનું સુપ્રસિદ્ધ દષ્ટાંત છે હોલેન્ડના પિટર હરકોસનો કિસ્સો. સામાન્ય રંગારો. રંગ લગાડતાં ત્રીસેક ફૂટની ઊંચાઈએથી તે નીચે પટકાયો. દિવસો સુધી બેશુદ્ધ રહ્યો. પછી એ ભાનમાં આવ્યો ત્યારે બીજાના ભૂત - ભાવિ જીવનમાં ડોકિયું કરવાની શક્તિ તેને પ્રાપ્ત થઈ હતી ! એની જોડેના ખાટલા પરના દરદીને હૉસ્પિટલમાંથી રજા મળતાં, વિદાય વેળાએ એણે પિટર સાથે હસ્તધૂનન કર્યું. એની સાથે જ પિટર સમક્ષ એનું જીવન છતું થઈ ગયું. એના ગયા પછી પિટરે નર્સને કહ્યું કે આ માણસ બ્રિટીશ જાસૂસ છે, આજથી ત્રીજે દિવસે રસ્તા વચ્ચે જ એનું ખૂન થશે. તે વખતે તો નર્સને લાગ્યું કે માથામાં થયેલી ઈજાના કારણે એ પ્રલાપ કરી રહ્યો છે, પણ ત્રીજા દિવસે આગાહી મુજબ, પેલા માણસનું ખૂન થયું અને પોલીસની તપાસમાં બહાર આવ્યું કે જન્મ પુનર્જન્મ
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org