________________
ડૉક્ટરે કહ્યું. “આપણો કેસ ઉકેલાઈ ગયો છે.”
બહાર ઓફિસમાં આવી ડૉકટર કડકડાટ બોલી ગયા :
આરોપીની જીના નામની પ્રેમિકા છે. ગ્રીન સ્ટ્રીટના નાકા પરની બિલ્ડીંગમાં ત્રીજે માળે રહે છે. ઘરની દિવાલો પીળા રંગની છે. અંદરના બેડરૂમમાં મોટા પલંગની પાછળ દિવાલ પર જિસસની છબિ છે. છબિની પાછળ ભીંતમાં બાકોરું પાડી તિજોરી જેવું નાનું ખાનું બનાવેલ છે. જેમા ઝવેરાત પડેલું છે. ઝવેરાત મૂકી એ દિવાલ પાછી ચણી દેવામાં આવી છે.”
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્તબ્ધ બની સાંભળી રહ્યાં... સાયરન વગાડતી પોલીસની જીપો ગોળીની જેમ વછૂટી અને કલાકની અંદર ભીંત તોડી ઝવેરાત કબજે કર્યું અને જીના પોલીસ સમક્ષ હાજર...!
વિયેનાના ડૉ. લેન્સક્સર અતીન્દ્રિય શક્તિ ધરાવતા - બીજાના મનમાં ચાલતા , વિચારો વાંચી શકતા અદ્ભુત માનવી હતા.
ગ્રેટ બ્રિટન, ઈરાન, ઈજિપ્ત, ફન્સ, કેનેડા વગેરે દેશોએ એમની અલૌકિક શક્તિનો લાભ લીધો હતો. ૧૯૨૮ મા કેનેડામાં એકી સાથે થયેલાં ચાર ખૂનનો ભેદ કોઈ રીતે પોલીસ ઉકેલી ન શકી, ત્યારે ડૉ. લેન્સશરને બોલાવવામાં આવ્યા. અને એમણે પોતાની અધિભૌતિક શક્તિ વડે ભેદ ઉકેલી આપ્યો.
ડૉ લેન્સક્સર ફોઈડના સાથીદાર હતા. ઘણા વર્ષ એમની સાથે કામ કર્યું. એમની જિજ્ઞાસા જોઈ ફ્રોઈડે ડૉ. લેન્સગ્નરને ભારતની યાત્રા કરવાનું સૂચન કર્યું. ડૉ. લેન્સગ્નર ભારત આવ્યા. કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ઉપરાંત ઘણા યોગી મહાત્માઓના સંપર્કમાં આવ્યા. ઘણું શીખ્યા અને અહીંના અનુભવ બાદ એમની શક્તિઓ વધારે ખીલતી ગઈ.
કેનેડાનો કેસ ઉકલ્યો ત્યારે એમનું ભવ્ય સન્માન થયું. ત્યાંથી એમણે અલાસ્કા તરફ પ્રયાણ કર્યું. એમણે કહ્યું “મારે એસ્કીમોના માનસનો અભ્યાસ કરવો છે. મેલેસીઅન્સ ને પોલીસીઅન્સ એ દક્ષિણ પેસીફિકની બેઉ સંસ્કૃતિ ઉપર પશ્ચિમી સંસ્કૃતિઓનો સારો જેવો પ્રભાવ પડતો રહે છે, છતાં પણ તેઓમાં સહજજ્ઞાન (Intuition) ની શક્તિઓ કાયમ છે. સહજફુરણાથી ભયના એંધાણ તેમજ હવામાનના ફેરફારો એમને ખબર પડી જાય છે. એમનું મન જાણે આંગળીઓનાં ટેરવાં પર હોય, તેમ ઘણી બાબતો તેમને સ્લરી આવે છે. એમની સાથે એ સ્તરે વિચારોનું સંધાન કરી સમસ્ત પ્રક્રિયા જાણવાની ઈચ્છા છે.'
અલાસ્કા માટે વિદાય આપતાં પોલીસ અફસર માઈકે કહ્યું “અલાસ્કાથી પાછા ફરતાં અહીં જરૂર આવજો. અમે તમારી રાહ જોઇશું.'
“માઈક, એલાસ્કા મારૂ છેલ્વે સ્ટેશન છે. હું ત્યાંથી પાછો નહિં ફરું, જન્મ પુનર્જન્મ
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org