________________
ચમત્કારોનો દેખાડો કરે છે. વશવતી પ્રેતાત્મા/ વ્યંતરદેવ અદશ્ય રહી એમની માગણી અનુસારની વસ્તુઓ અન્યત્રથી - કોઈની દુકાન કે ઘર વગેરે દેકાણેથી - તેને લાવી આપે છે. મંત્ર, તંત્ર હઠયોગ વગેરે દ્વારા સાત્વિક અસાધારણ શક્તિઓ પ્રાપ્ત થઈ શકે છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રના વિભૂતિપાદમાં યોગ દ્વારા લાભ સિદ્ધિઓનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. આવી શક્તિઓની પ્રાપ્તિ પણ લપસણી ભૂમિ છે. આવા કહેવાતા સિદ્ધપુરુષોનું જીવન ઉર્ધ્વગામી બનવું તો દૂર રહ્યું, પરંતુ સાત્વિક અને નૈતિક ભૂમિકાનું પણ નથી રહી શકતું.
મહમદ છેલનો દાખલો સુવિદિત છે. ટ્રેનમાં ટીકિટ ચેકરે ટીકિટ માગતાં ટીનના ડબ્બામાંથી ઢગલાબંધ ટીકિટો કાઢી હતી. આ વિદ્યાના જિજ્ઞાસુને કહેતો જે શીખે તેનું ધનોપતનોત નીકળી જાય એવો આ વિદ્યાને માથે શરા૫ છે.”
ગોવામાં એક સાલ નામનું ગામડું છે. માસા થઇને જવાય છે. હોળીનો તહેવાર ત્રણ દિવસ ઊજવાય છે. ત્રણે દિવસ એક ડુંગર પરથી વનદેવતા હોળી રમવા આવે છે, ૧૨ થી ૮ની વચ્ચે. ડુંગર એનું સ્થાન છે. નીચે ભૂમિકા દેવીનું - મંદિર છે. ત્યાંના ભૂવાઓ - માધ્યમો ઘડી” તરીકે ઓળખાય છે. આ વનદેવતા
જવાળા flame ના રૂપમાં આવે છે. ઘડીઓ સાથે સંતાકૂકડી રમે છે. કોઈ • શેટો લેવા જાય, તો એને થપ્પડ પડે. બીડી - સિગારેટ પણ સળગાવી શકાય નહિ. એક ઝાડથી બીજે ઝાડ વાળા કૂદકા મારતી જાય ... પલકમાં તો ક્યાંયે લાંબે પહોંચી જાય. રામનવમીના દિવસે આ વનદેવતા-જવાળા રામની પાલખી સાથે જ ચાલે. વિદ્વાન ધારાશાસ્ત્રી અને શતાવધાની શ્રી. મનહરલાલ બી. શાહે આ ઘટના નજરે નિહાળી છે. અને રૂબરૂ સવિગત વાત કરી છે.
પ્રેતયોનિના જીવો, વ્યંતરદેવોમાં કેટલાક Benevolent હોય છે. લોકોને મદદ કરે છે, સપનામાં સંદેશો આપી તકલીફમાંથી ઉગારી પણ લે છે.
નાસિકના શ્રી કિરસાગર હનુમાન ભકત હતા. એમણે મરાઠીમાં પરલોકવિદ્યા ગ્રંથ લખ્યો છે. તેઓ પ્રેતાત્માઓને બોલાવી શકતા. અનેક સંશોધકોએ આવા ગ્રંથો લખ્યાં છે. પ્રેતાત્માઓના ફોટાઓ પણ લીધા છે. પરંતુ આ ઘટનાને સમર્થન આપી શકાય એમ નથી. શુદ્ધ ચેતનાને સ્થૂળ સ્વરૂપમાં લાવી શકાતી નથી. આત્મા નિરાકાર હોય છે.
સ્વ. મનહરલાલ શાહ પ્લેન્ચેટ પર આત્માને બોલાવી શકતા. ડૉ. દિનેશ ભટ્ટ પ્લેન્ચેટ પર આત્માને બોલાવી શકે છે. પ્લેન્ચેટ પર ક્યારેક દુષ્ટ આત્મા પણ આવી જાય છે. એમ મનાય છે. સરવાળે Occult Sciences ગૂઢ વિઘા નાં પ્રયોગોમાં પડવા જેવું નથી.
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org