________________
યુરોપના દાર્શનિક મહાત્મા સ્વીડનબૉર્ગને ૫૭ વર્ષની ઉમ્મરે આકસ્મિક રીતે અન્ય ક્ષેત્રના જીવાત્મા સાથે સંપર્ક થઈ ગયો. તે એમને બોલાવી શકતા. ૨૫ વર્ષ સુધી એ સંપર્કવ્યવહાર રહ્યો. પરંતુ સ્વીડનબોર્ગે આની કોઈ જાહેરાત કે જાહેર કાર્યક્રમો કર્યા નહિં, એ આધ્યાત્મિક પુરુષ હતા. ૨૫ વર્ષના સંબંધ પછી એમનાં તારણો ટૂંકમાં છે :
માનવી મૃત્યુ પામે છે, ત્યારે એના આત્મા સાથે એક સૂક્ષ્મ કોષ પણ બહાર જાય છે. એ કોષમાં કર્મો સચવાયેલાં હોય છે. એ કર્મ અનુસાર એને ક્ષેત્ર મળે છે. અને પુનર્જન્મ મળે છે. કર્મોથી મુક્ત થયા વિના આત્મા મુક્ત થતો નથી. ફરી ફરી જન્મ ધારણ કરવો પડે છે.
ભારતીય દર્શનોને જ સમર્થન આપ્યું.
પશ્ચિમમાં દેહમાંથી આત્મા છૂટો પાડી - વિશ્વમાં ઘૂમી પાછો દેહમાં આવી જાય એના ઘણા પ્રયોગો ચાલી રહ્યાં છે. એ વિષે પુસ્તકો પણ પ્રગટ થયાં છે. માણસ પોતે જ પોતાના આત્માનો શરીરથી જૂદો અનુભવ કરી શકે, કે આત્માને પોતા જેવો જ દેહધારી સ્વાંગમાં સ્પષ્ટ જોઈ શકે, જેને Astral Experiences એવું નામ આપવામાં આવે છે. આવા અનુભવોના વૃતાંતો પણ પ્રગટ થતાં રહે છે. એનાં વર્ગો પણ ચાલતાં હોય છે. આવા કિસ્સાઓની ચકાસણી અસંભવ હોય છે. ઘણા કિસ્સાઓ બનાવટી પણ હોઈ શકે. આવા અનુભવોને કોઈ આત્મસાક્ષાત્કાર, આત્મજ્ઞાન કે સમાધિમાં ન ખપાવી શકાય. Not to confuse ન reveries, dreams, hallucinations and hypnotic spells with transcendental experiences.
આપણી ઈન્દ્રિયો વિશ્વમાં રહેલ વિદ્યુત - ચુંબકિય તરંગોમાંથી અમુક જ તરંગોવાયબ્રેશન્સ પકડી શકે છે. યોગ વગેરેથી આવા સૂક્ષ્મ તરંગોની ગ્રાહકતાની આપણી સ્પર્શેન્દ્રિયની રેન્જ બદલાઈ જાય છે. આ વિષેના અનુભવો સલ્વરાજ ચેસુદી લિખિત યુરોપમાં લોકપ્રિય થયેલ પુસ્તક ‘યોગ ઍન્ડ હેલ્થ’ તેમજ વેરા સ્ટેનલી લિખિત ‘ધ ફાઈન્ડીંગ ઓફ ધ થર્ડ આઈ (પૃ. ૫) માં જોવા મળે છે.
આ હકીકતો પર ચિંતન કરતાં એ સ્પષ્ટ થઈ જાય છે, કે જગતનું આપણું દર્શન કેવળ પદાર્થલક્ષી - Objective' દૃષ્ટિનિરપેક્ષ વાસ્તવિક વસ્તુદર્શન નથી હોઈ શકતું. એ દર્શન ઘણા અંશે આત્મલક્ષી Subjective યાને દૃષ્ટાસાપેક્ષ રહે છે.
આ રીતે થઈ રહેલાં શ્રેણીબદ્ધ સંશોધનોના પરિણામે વિજ્ઞાન આજે જે સત્યોનું ઉચ્ચારણ કરી રહ્યું છે તેને ગઈ સદીનું વિજ્ઞાન અધ્યાત્મવાદીઓની મુર્ખાઈભરી ભ્રમણાઓ ગણી ઉવેખતું હતું.
એસ્ટ્રલ વર્લ્ડ, કે દેવલોક કે કોઈ અન્ય સ્થળે સ્થિત ગત આત્માઓએ
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૭૯
www.jainelibrary.org