________________
હતો - પૂર્વભવમાં. એણે ‘હારાકીરી, તેમજ તે અંગેની વિધિવત્ પ્રાર્થનાઓની સચોટ વિગતો આપી, જે સાચી હતી.
ક્યારેક કોઈ કિસ્સાઓ બનાવટી પણ માલુમ પડ્યા છે. કડક ચકાસણીમાં ઊણાં ઉતર્યાં છે.
થોડા વર્ષ અગાઉ Reincarnation of Peter Proud અંગ્રેજી ચિત્રપટ ઉતર્યું, જે સત્ય ઘટના પર આધારિત હતું. પીટર પ્રાઉડને પોતાને પૂર્વજન્મની પૂરી સ્મૃતિ હતી. હર એક વાત એને ગઈ કાલની જેમ યાદ હતી. અદ્ભુત ચિત્ર હતું, જે પરથી હિંદીમાં ‘કર્ઝ’ ઉતર્યું.
બીજું, સત્ય ઘટના પર આધારિત ENTITY ચિત્રપટ આવ્યું. એક દેહવિહિન આત્માની અઘોર લીલાનું ચિત્રણ છે. એનો ભોગ બનતી સ્ત્રી હજી જીવે છે. હજી એને તકલીફ છે. પણ ઓછી થતી જાય છે. વિજ્ઞાનીઓએ ઘણી રીતે એ ‘આત્મા’ કે ENTITY જે નામ આપો તે, એને પકડવાની કોશિષ કરી, પણ શરીરના જેને બંધન નથી હોતા, એવી ચેતનાની શક્તિઓ અમાપ હોય છે. વિજ્ઞાનીઓને કોઈ સફળતા મળી નહિ. આવા પ્રયોગો પણ ચિત્રપટમાં દર્શાવવામાં આવ્યા છે.
પુનર્જન્મની કથાવસ્તુ લઈને ઘણા ચિત્રપટો ઉતર્યા છે, અને હજી ઉતરે છે. છેલ્લે ‘Ghost’ આવ્યું, જેમાં મૃત માનવીનો આત્મા ફરી ધરતી પર આવે છે, અને પોતાના ખૂનનો બદલો લે છે, અને પ્રેમિકાને ખૂનીથી બચાવે છે. પ્રેક્ષકોની સગવડ ખાતર એને દેહધારી બતાવ્યો છે, પણ એને કોઈ જોઈ શકતું નથી. એ માત્ર માધ્યમ સાથે જ વાતચીત કરી શકે છે, અને માધ્યમ દ્વારા જ મિત્રો સાથે સંપર્કમાં રહી પોતાનું કામ પૂરું કરે છે. છેલ્લે એનો પ્રકાશમય ઓળો દેખાય છે, ને એની પ્રેમિકા પણ જુએ છે, અને એ ઓળો પ્રકાશમય જ્યોતિમાં વિલીન થઈ જાય છે. Ghost પરથી હિન્દીમાં ‘પ્યાર કા સાયા' ‘માં’ વગેરે ઉતર્યાં.
આધુનિક મનોવિજ્ઞાને મન: પર્યવજ્ઞાનના માત્ર અંશને સ્પર્શ કર્યો છે; ક્લેરવાયન્સ અને ટેલીપથી છે, પરંતુ પરમાવધિજ્ઞાન અને કેવળજ્ઞાનથી હજી સુધી મનોવિજ્ઞાન અજ્ઞાત છે.
અતીન્દ્રિય શક્તિની ઘણી ઘટનાઓ ઈતિહાસના ચોપડે નોંધાયેલી છે. અતીન્દ્રિય જ્ઞાનના ચમકારા :
ડૉ અર્નેસ્ટો સ્પ્રીનેલી નામના વિજ્ઞાનીએ નાના બાળકોને પાર્ટીશનની બે બાજુ બેસાડી ટેલીપથી - વિચાર વહનના પ્રયોગો કર્યા હતાં. એક બાળક આકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે, સામેની બાજુએ બેઠેલું બાળક આકૃતિની કલ્પના કરી
જન્મ પુનર્જન્મ
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org