________________
દુકાન આધેડ વયની એક સ્ત્રી સંભાળતી હતી. સુરેશે એ સ્ત્રીને પત્ની તરીકે ઓળખી કાઢી. નામ પણ કહ્યું. એની સાથે વાતો કરી. પેલી સ્ત્રીને પણ ખાત્રી થઈ ગઈ કે આ જ મારો પતિ છે.
પછી દસ વીસ છોકરાઓ જોડે એનાં બે બાળકોને બેસાડી દીધાં. સુરેશે પોતાના બાળકો ઓળખી કાઢયાં... એમને નામથી બોલાવ્યાં.
પછી સુરેશને આગલા જન્મના મા-બાપ પાસે લઈ જવામાં આવ્યો. સગા મા-બાપ હોય એમ વહેવાર કર્યો. મા-બાપે અનેક પ્રશ્નો પૂછયાં. એમને ખાત્રી થઈ ગઈ કે આ એમનો જ દીકરો છે.
આગલા જન્મમાં સુરેશ ત્રીસ વર્ષની ઉમ્મરે મૃત્યુ પામ્યો હતો. ગાડી ચલાવતાં ગોળી વાગી અને સ્ટીયરીંગ વ્હીલ ઉપર જ મૃત્યુ થયું હતું. સુરેશે વિગતવાર વાત કહી ગોળી છોડનારનું નામ પણ આપ્યું. ડાબા લમણાં પર ગોળી વાગી હતી. એના વાળ કાપવામાં આવ્યાં. અને એ જ જગાએ ગોળીનું નિશાન હતું. મૃત્યુ વખતે કેવા કપડાં પહેર્યા હતાં તે કહ્યું. વળી ‘ઘરવાળાઓએ - મને બાળી નાખ્યો અને રાખ નદીમાં નાખી દીધી” કહેતાં નદીમાં જ્યાં રાખ નાખી, તે જગા પણ બતાવી. બધી વિગત અક્ષરશ: સાચી હતી. પોલીસમાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કઢાવ્યો. રિપોર્ટમાં પણ લમણામાં કાનથી કેટલા અંતરે ગોળી વાગી હતી, તે વિગત હતી, જે બંધબેસ્તી હતી.
સુરેશના આગલા જન્મની પત્નીએ કહ્યું તું મને તારે ઘેર લઈ જઈશ?'
ત્યારે સુરેશે કહ્યું “હું તો ગામડામાં ખેડુતના ઘરમાં રહું છું. ત્યાં તને નહિં ફાવે. અહીં જેટલી સગવડો નહિં હોય, તું અહીં જ રહે.”
બી. સી. સી. એ ઘટના સ્થળ પર જઈ મૂળ વ્યક્તિઓ સાથે આ ફિલ્મ ઉતારી હતી.
બીજા એક કિસ્સામાં લંડનમાં જન્મેલી એક છોકરીએ પોતાનું આગલા જન્મનું નામ આપ્યું. પોતાની પાસે એક કૂતરો હતો. પોતે જ્યાં રમતી, તે જગા, જ્યાં પોતાની કેટલીક વસ્તુઓ દાટી હતી તે જગા બતાવી. પોતે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામી હતી. એનાં વર્તમાન મા-બાપ એ છોકરીને બધી જગાએ લઈ ગયા. એક એક વિગત સાચી સાબિત થઈ. - અન્ય કિસ્સામાં એક ચૌદ વર્ષના આરબે પૂર્વભવની વિગતો આપતાં કહ્યું કે પોતે ૩૦૦ વર્ષ અગાઉ આરબ નારી તરીકે જન્મ્યો હતો. તે સમયની આરબ Tribe, એના સરદાર, એમની પ્રથાઓ વિશે વિગતવાર વાત કરી, જે સાચી સાબિત થઈ.
એક કિસ્સામાં આઠ વર્ષના છોકરાએ પોતે જાપાનનો સુમેરાઈ લડવૈયો જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org