________________
કરે છે.
ઋષિતુલ્ય સાધક શ્રી. મકરંદ દવેએ એક મુલાકાતમાં પોતાના અનુભવની વાત કરતાં કહ્યું. “તમને એક વાત કહું જે સ્થળ બુદ્ધિમાં નહિં ઉતરે. સૂક્ષ્મ બુદ્ધિની વાત છે. મને મારા ઘણા જન્મો યાદ છે. ૮ થી ૧૦ જન્મો યાદ છે. પણ આ બધું કહેવાય નહિં, કારણ ભૂત પ્રતિબંધ હોય છે. એટલે જો આપણો વિકાસ સાધવો હોય, તો તે ભૂલી જવાનું.”
હેલન કેલરે સુંદર શબ્દોમાં કહ્યું : આ જીવન બે શાશ્વતી વચ્ચે કાળની એક ઝલક માત્ર છે. અને મોટા ભાગનું સત્ય, વધુમાં વધુ સૌંદર્ય, વધુમાં વધુ ભવ્યતા, સાર્થકતા પણ આ બે શાશ્વતતામાં નિહિત છે.
ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુગતાઈએ એક શેરમાં કહ્યું : કૂલ તો કરમાઈ જશે, પણ ખુશબુ રહેશે. ફરી મૌસમ – વસંત આવશે, ત્યારે સુગંધ પાછી ફેલાઈ જશે... હું પણ આ ધરતી પર પાછી આવીશ! કવિ ન્હાનાલાલની પંક્તિઓ યાદ આવી જાય !
આ વસન્ત ખીલે શત પાંખડી, હરિ આવો ને,
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ, હવે તો હરિ આવોને. રસકવિ રસખાને પોતે બીજા ભવમાં મનુષ્ય, પશુ, પક્ષી કે પત્થર થાય તો કયાં વસવું ગમે, તેનું સુંદર વર્ણન કર્યું છે :
માનુષ હૌં તો વહીં રસખાની, બસૅ નિત ગોકુલ ગાંવકે વારન, મેં પશુ હાઁ કહાઁ બહું મેરો, ચરૌત્તિ નંદકી ધેનુ મંઝારન, પાહન હૌં તો વહી ગિરીકો, જે ધર્યો કર છત્ર પુરંદર ધરન,
જો ખગ હૌં તો બસેર કરો, મિલિ કાલિંદી કુલ કદંબકી કારન.
અર્થાત્ : જે મનુષ્યભવ મળે તો ગોકુલનો ગોવાળીઓ બની જાઉં; જો પશુ બનું તો નંદની ગાયો વચ્ચે વસું જો પાપાણ બનું, તો જે ગોવર્ધન પર્વત કૃષગે ઉચકી બધાને આશરો આપ્યો, તેનો પત્થર બનું, જો પક્ષી બનું તો કાલિંદી નદીના કિનારા પરના કદંબ વૃક્ષ પર મારો વાસ હો! અર્થાત જે જે સ્થળ શ્રીકૃષ્ણના સ્પર્શથી સ્પંદિત
અને પવિત્ર હોય, ત્યાં જ વસવાની અભિલાષા કવિ કરે છે. - ટાગોર પણ કવિ રસખાનની જેમ કહે છે :
વૃંદાવનમાં કોઈ ગામડામાં પરોઢિયે છાશ-વલોણાનું લયબદ્ધ સંગીત સંભળાતું હોય, ત્યાં અશોક વાટિકાની છાયામાં હું જન્મી શકું! ભવિષ્યની કોઈ સુખદ પળે મને વૃંદાવનમાં ગોવાળીયા તરીકે જન્મ ધારણ કરવાનો અવસર પ્રાપ્ત થાય, તે માટે હું મારા તમામ સંસ્કારોની મૂડી ખોઈ મારા ઘરમાં હું મરવા તૈયાર છું.’
કવિ વળી આકાંક્ષા સેવે છે. કોઈક દિવસે, કોઈ અન્ય સૃષ્ટિનાં સૂર્યોદયમાં જમ્ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org