________________
આ વાર્તાલાપમાં મહારાજ સાહેબે એક પ્રશ્ન પૂછયો હતો. એનો ઉત્તર અહીં નોંધવા લાયક છે. કારણ કે એમાં શ્રીમદે પોતાના પૂર્વજન્મનો ઉલ્લેખ કર્યો છે. - આ પ્રદેશમાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તેમને અસલની, તેમાં વસનારાંઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો આપે છે. જુઓ તમારો ઈડરિયો ગઢ, તે ઉપરનાં જૈન દેરાસરો, રૂખીરાણીનું માળિયું - રણમલની ચોકી. મહાત્માઓની ગુફાઓ અને ઔષધિ - વનસ્પતિ, આ બધું અલૌકિક ખ્યાલ આપે છે.”
આ વિષય ઉપર અનેક પ્રસંગે શ્રીમદે ઉત્તર આપી છે. શ્રીમને પૂર્વના અનેક ભવોનું જ્ઞાન ઉત્પન્ન થયું હતું. જન્મોના સંસ્કારની મદદ વડે carried Forward culture ના સિદ્ધાંતની રૂએ નાની વયમાં જ્ઞાન થતાં તેમની પ્રજ્ઞા પ્રકાશી ઉઠી. ૩૩ વર્ષનાં અલ્પ આયુમાં લીલા સંકેતી લીધી.
પૂર્વભવનું જ્ઞાન જેને થાય તે જીવને આ બધું હું અગાઉ કરી ચૂક્યો છું, સંસારના બધા તબકકામાંથી પસાર થઈ પરિણામ પણ જોઈ ચૂક્યો છું, તેની સભાનતા-સ્મૃતિ માનવીને સાંસારિક એષણાઓની નિરર્થકતા (Futility) નું ભાન કરાવી દે છે અને વૈરાગ્યની ભાવના પુષ્ટ કરે છે.
આ જ્ઞાનનો આત્મ-સાધના અર્થે ઉપયોગ થાય તો જ તે સાર્થક છે.
સંત જ્ઞાનેશ્વરે ૧૫ થી ૧૭ વર્ષની વયમાં જ્ઞાનેશ્વરીની રચના કરી અને ૨૨ વર્ષે ભૂમિ સમાધિ લીધી. આ પણ પૂવર્જન્મના સંસ્કારોને લીધે.”
શંકરાચાર્ય ૩૩ વર્ષ જીવ્યા. બાળપણથી પ્રગટેલી વૈરાગ્ય ભાવના અને અપૂર્વ પ્રજ્ઞાનું પૂર્વ-સંસ્કાર સિવાય કયું કારણ હોઈ શકે?
ઈશુને ૩૨ વર્ષની વયે ફાંસીએ ચડાવવામાં આવ્યા; સ્વામી હંસદેવજીએ - ૧૪ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો. વિકટર હ્યુગોએ ૧૪ વર્ષની વય સુધીમાં
સેંકડો કાવ્યો રચ્યાં હતાં. કવિ કાન્ત ૧૫ વર્ષની વયે કાવ્યરચનાનો પ્રારંભ કર્યો હતો. સમર્થ કવિ કલાપી અને કિટસ્ માત્ર ૨૬ વર્ષ જીવ્યા. શેલીની જીવન લીલા ૨૯ મે વર્ષે સંકેલાઈ ગઈ. વીરચંદ રાઘવજી શિકાગો વિશ્વધર્મ પરિષદમાં
ગયા ત્યારે ૨૯ વર્ષનાં હતા. અંધ, બધિર અને મૂક હેલન કેલરે પોતાની આત્મકથા - સ્વહસ્તે ૨૨ વર્ષની ઉમ્મરે લખી હતી.
બનડ શોનાં “પિગમેલિયન’પરથી ઉતરેલ ચિત્રપટ માય ફેર લેંડી” ના | સર્જક ફેડરીકે ૧૩ વર્ષની વયે સૌથી નાના પિયાનોવાદક તરીકે પ્રવેશ મેળવ્યો.
૧૫ વર્ષની ઉમરે કરીના’ નામનું ગીત લખ્યું. - ગણિતજ્ઞ રામાનુજ, થોમસ હાડી, કવયિત્રી એમીલી બ્રોન્ટ (દેહાંત જન્મ પુર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org