________________
ગણાવ્યાં છે અને લખ્યું છે : પુનર્જન્મ છે, તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક સપુરુષોને સિદ્ધ થયેલ છે. . - આશો વદ ૧૦ (દશેરા) ૧૯૪૮ પત્રમાં શ્રીમદે લખ્યું છે : ભગવતી વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના ભવાંતરનુ વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થકર તો પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંત જે પુરુષો માત્ર યોગધ્યાનાદિક અભ્યાસબળ વડે સ્થિતિ હોય, તેમાનાં ઘણા પુરુષો પણ ભવાતર જાણી શકે છે. અને એમ બનવું એ કોઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે.
ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય, તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી (પત્ર ક્રમાંક ૪૧૧)
આસો ૧૯૫૧નાં પત્રમાં શ્રીમદ્દ લખે છે:
‘વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું હોય, તો ભુતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ, અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. " આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષ જીવને કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત હોવાપણું ન હોય, તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય, એવો અનુભવ વિચારતાં થાય છે.
વસ્તુની કેવળ ઉત્પતિ અથવા કેવળ નાશ નથી. સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયાં કરે છે. વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવાયોગ્ય છે.”
(પત્ર ક્રમાંક ૬૪૬) આયુષ્યકર્મનો ઉલ્લેખ કરતાં શ્રીમદે સ્પષ્ટ લખ્યું છે : આયુષકર્મ એક જ ભવનું બંધાય. વિશેષ ભવનું આયુષ્ય બંધાય નહી. જો બંધાતું હોય તો કોઈને કેવળજ્ઞાન ઉપજે નહિં
- (ઉપદેશ છાયા ૮) અષાઢ સુદ ૯ શુક ૧૯૫૬ પત્રમાં શ્રીમદે લખ્યું છે :
એક સુંદરવનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહિં? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્કુરાયમાન કેમ ન થાય? તેના કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેના કારણો બતાવ્યાં છે. જાતિસ્મરણજ્ઞાન” એ મતિજ્ઞાનનો ભેદ છે.
ઈડરના તે વખતના મહારાજા સાહેબે શ્રીમદ્ રાજચંદ્રજીની બે વખત મુલાકત લીધેલી. તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી, તેનો સાર દેશી રાજય” નામના માસિકમાં ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયો હતો. જમ પુનર્જન્મ
-
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org