________________
ભાઈ-બહેન, પત્ની, મિત્ર-શત્રુ, અન્ય સગાંઓ, વ્યાપારી ભાગીદારી, વગેરેનો નિકટ સંબંધ પ્રથમવારનો નથી હોતો. પરસ્પરનો જૂનો હિસાબ-કોઈક ભવનો બાકી રહેલો હિસાબ પૂરો કરવા જ આવા સબંધો બંધાય છે.... નિકટના કે દૂરના, દીર્ઘ કે અલ્પ કાળના સંબંધ કે ક્ષણવારનાં સંબંધ પણ કોઈક ઋણાનુબંધના આધારે ઘટે છે. અન્ય જીવો સાથે અનુરાગ-અણરાગ, સંયોગ-વિયોગ, સુખ-દુ:ખના અનુભવોનો આધાર ઋણાનુબંધ છે.
ક્યારેક તદ્દન અજાણ્યો માનવી અચાનક આપણી મદદે આવી જાય છે. અને આપત્તિમાંથી ઉગારી લે છે. ક્યારેક તદન નિકટના સબંધીઓથી માત્ર ક્લેશ જ ઉત્પન્ન થાય છે. જેના પ્રત્યે સ્નેહભાવ રહ્યો હોય, પરિશ્રમ કર્યો હોય, તેના તરફથી કશું શુભ વર્તન પણ નથી મળતું. જ્યારે જેના માટે કશું જ ન કર્યું હોય, તેના તરફથી શુભવર્તન કે આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે.
કર્મ અને ઋણાનુબંધની વ્યવસ્થામાં શુભ કર્મ કે અશુભ કર્મ ફળ આપ્યા વગર રહેતો નથી. એક પ્રત્યે શુભ કર્મ કરીએ, પણ તેનું શુભ ફળ-પ્રતિભાવ કોઈ અન્ય તરફથી મળે. એ જ વ્યકિત તરફથી મળે, એવો નિયમ નથી. આપણો ફેંકેલો દડો આપણી પાસે પાછો ન પણ આવે, પણ બદલામાં કોઈનો ફેંકેલો દડો આપણા હાથમાં આવી જાય ! સરવાળે કોઈક ખૂણેથી તો ફળ મળે જ.
ઋણાનુબંધના નિયમ વગર આવી યંત્રણા શક્ય નથી બનતી. આ યંત્રણાને સમજવી કઠિન છે, કારણ કે કાર્ય-કારણની જન્મોજન્મની દૃખંલા સકંળાયેલી છે. માણસ જે આપે છે, તે જ પામે છે. માણસના વિચારો, કાર્યો, રાગ, દ્વેષ, તિરસ્કાર, શબ્દો પણ મોડા વહેલા - આ ભવમાં કે અન્ય ભવમાં અદ્ભુત ચોકકસાઈથી તેના ભણી જ પાછાં વળે છે. આ જ કર્મનો અફર નિયમ છે. કશું જ એળે જતું નથી, કશું ભુલાતું નથી, કશું લુપ્ત થતું નથી.
કયારેક કોઈ સુપાત્ર જીવ પુત્ર કે પુત્રી રૂપે એક કુટુંબમાં અવતાર લે અને કુટુંબની દશા અને દિશા ફરી જાય છે. એને પગલે સુખ ઐશ્વર્ય અને સમૃદ્ધિ આવે છે. અરે કોઈ ગાય કે કૂતરો પણ ઋણાનુબંધે ઘરમાં આવે છે. સમૃદ્ધિ લઈને આવે છે. કુટુંબના સભ્ય બની થાય છે.
કોઈ આધ્યાત્મિક વ્યક્તિ કષ્ટમય જીવન ભોગવતી હોય છે. કોઈ દુર્જન સાહેબીમાં મહાલતો હોય છે, આ વિરોધાભાસ અનેક જન્મોનાં સંચિતકર્મોનાં પરિપાકરૂપ હોય છે. બધી સુવિધાઓ પ્રાપ્ત છતાં માણસ જો નવાં કમોં બાંધતો જ જાય. તો ફરી એને ફેડવા દેહ ધારણ કરવાં જ પડે છે. ગમે તે ગતિમાં. અને જન્મ-પુનર્જન્મનું ચક્ર ચાલુ જ રહે છે.*
અણુવિજ્ઞાનથી જેમ નાનકડા અણુમાં રહેલી પ્રચંડ શક્તિનું ભાન થાય જન્મ પુનર્જન્મ
- ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org