________________
આહારની ઈચ્છા થતાં આહાર લીધા વિના જ તૃપ્તિ થઈ જાય છે. આયુષ્ય પૂર્ણ થાય એ અગાઉ એમને એની ખબર પડે છે. ઉત્પન્ન થતાંની સાથે જ પુખ્ત યુવાન શરીર પ્રાપ્ત થાય છે, વગેરે સાથે આ હકીકતો કેવી આબેહૂબ મળતી આવે છે!
દેવલોકમાં ઉત્પન્ન થતાં પુખ્ત કાયા મળે છે, એની પ્રતીતિ કરાવતું બીજું દષ્ટાંત પણ અહેવાલમાં છે.
પૃથ્વી પરની મૃત્યુની છેલ્લી પીડાભરી ક્ષણો યાદ કરી એક મહિલા અનુભવ વર્ણવે છે :
‘એકાએક મારી વેદના દૂર થઈ ગઈ. હું ક્યાં હતી? મારા ઘરમાં ન હતી. હું એક સુંદર બગીચામાં આવેલ ઘેઘૂર ઝાડની છાયામાં સૂતી હતી. મેં આંખો ઉઘાડી. આસપાસ કોઈ ન હતું. એક માણસ મારી તરફ આવતો હતો'. એનાં વસ્ત્રો ચાંદની જેવા શ્વેત હતાં.
“ચાલો ઉઠો હું તમને બધું બતાવું” મારી નજીક આવી એણે કહ્યું.
અહી શું જોવાનું છે?' ‘તમારી જગા અને બીજું ઘણું બધું.”
‘મેં ધીમેથી ઉઠવાનો પ્રયાસ કર્યો. કશી પીડા વિના હું ઉઠી શકી. મેં ચાલી જોયું. હું ધમધમ ચાલતી હતી. મને કોઈ પીડા ન હતી. હું તદ્દન સાજી હતી. મારી નજર મારા શરીર પર ગઈ. મારું શરીર સાવ બદલાઈ ગયું હતું. મારું શરીર હલકું તેજસ્વી અને સુંદર હતું.
પેલું શરીર ક્યાં ગયું? મારે એ શરીર નથી જોઈતું. એ શરીરમાં તો પીડાનો પાર ન હતો. મારે હવે પીડા જોઈતી નથી.
સામેથી રૂપાળાં સ્ત્રી-પુરુષોનું ટોળું આવતું હતું. કેટલાંકના હાથમાં વાધો હતાં. કેટલાંક ગાતાં હતાં. કેટલાંકનાં હાથમાં મઘમઘતાં ફૂલોવાળી સુંદર ડાળીઓ હતી.”
“આ બધા કોણ છે?' મેં પેલા માણસને પૂછયું ‘યક્ષો, કિન્નરો, ગંધર્વો,' ‘માં જાય છે?' ‘આનંદયાત્રાએ” ‘હું એમની સાથે જઈ શકું?” ‘હા’
હું એમની સાથે આનંદયાત્રામાં જોડાઈ. જોડાતાંની સાથે જ હું પૃથ્વી ઉપરની તમામ વસ્તુઓ ભૂલી ગઈ.
શાસ્ત્રોએ કહેલ દેવલોકના જેવું જીવન વિશ્વમાં ક્યાંક છે, એની ખાતરી જમ પુનર્જન્મ
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org