________________
જાતિસ્મરણ જ્ઞાન
તિસ્મરણ જ્ઞાન એટલે પૂર્વના ભવનું જ્ઞાન. જ્ઞાતિ સંસ્કૃત શબ્દ છે. જેનો એક અર્થ થાય છે : જન્મ. એનો બીજો એક અર્થ થાય છે : પૂર્વનું અથવા પૂર્વજન્મનું. જાતિસ્મરણ એટલે પૂર્વના કોઈ એક અથવા વધુ જન્મનું એટલે કે ભવનું સ્મરણ થવું, તે. જૈનધર્મમાં આ પ્રકારના સ્મરણને જ્ઞાનના એક પ્રકાર તરીકે ઓળખાવવામાં આવે છે. માટે તેને જાતિસ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. જાતિસ્મરણ માટે ‘જાતિસ્મર’, ‘જાતિસ્મૃતિ’, ‘જાઈસર’, ‘જાઈસ્મર’, ‘જાઈસ્મરણ’, ‘જાઈસુમિણ’ વગેરે સંસ્કૃત કે પ્રાકૃત શબ્દો પ્રચલિત છે, અને તેના ઉપરથી ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે કેટલીક અર્વાચીન ભારતીય ભાષાઓમાં જાતિસ્મૃતિ અથવા ‘જાતિસ્મરણ’ શબ્દ પ્રચલિત છે. તે નામ તરીકે તેમજ વિશેષણ તરીકે પણ વપરાય છે.
‘જાતિસ્મરણ’ ની નીચે મુજાબ વ્યાખ્યા આપવામાં આવે છે. ૧. અતીત જન્મવૃત્તાંત સ્મૃતિ. ૨. જાતિ સ્મરતીતિ જાતિસ્મર: ૩. જાતિસ્મરોડનુ ભૂતભવસ્મર્તા. ૪. જાતિસ્મર: અનિબોધિકજ્ઞાન વિશેષ:.
જૈન ધર્મમાં જાતિસ્મરણ જ્ઞાનના જેટલાં કિસ્સા જોવા મળે છે, તેટલાં અન્ય ધર્મમાં જોવા નથી મળતાં. અનેક ધર્મ કથાઓ અને તીર્થંકરોના ચરિત્રોમાં જાતિસ્મરણ-પૂર્વ જન્મની સ્મૃતિ થવાની ઘટનાઓ જોવા મળે છે. મહાવીર સ્વામીનાં ૨૭ પૂર્વભવોની કથાઓ જાણીતી છે.
જૈનધર્મ અનુસાર શ્રીમદ્દ રાજચંદ્રે નીચે મુજબ જ્ઞાનનો ક્રમ દર્શાવ્યો છે : ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યંવ જ્ઞાન, ૫ પરમાવધિ જ્ઞાન, ૬ કેવળજ્ઞાન. જાતિ સ્મરણ એ મતિજ્ઞાનનો જ એક પ્રકાર છે.
પૂર્વભવ અથવા ભવોના પ્રસંગો આદિની સ્મૃતિ થવી તેને જાતિસ્મૃતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાનના ધારણા નામના ભેદમાં આ જ્ઞાન સમાય છે. મતિજ્ઞાનના મુખ્યતાએ ચાર ભેદ છે, (૧) અવગ્રહ (૨) ઈહા, (૩) અવાય અને (૪) ધારણા. તે સમજવા માટે અંગ્રેજી શબ્દો આ પ્રમાણે છે:- (1) Perception (2) Conception (3) Decision અને (4) Retention. આ ચાર ભેદ જ્ઞાનની ઉત્તરોત્તર વિશેષતા બતાવનાર છે. ‘આ કંઈક છે’ એવું અસ્પષ્ટ જ્ઞાન તે અવગ્રહ; ‘એ શું છે?' એ જાણવા માટે અંદરમાં ઉહાપોહ થવો, અને ‘તે આ છે, કે તે છે’ તે ઈહા; વિશેષ વિચારના બળથી ‘તે આ જ છે’, એવો સ્પષ્ટ નિર્ણય, તે અવાય; અને તે નિર્ણય અંદરમાં દઢ પણે કોતરાઈ જાય અને ટકી રહે, તે ધારણા.
જેમ સ્મૃતિ છે, તેમ વિસ્મૃતિ પણ છે, એટલે
મતિજ્ઞાનમાં જન્મ પુનર્જન્મ
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org