________________
દિવસ એક મલેચ્છે બાણ મારી ધરતી પર પાડી. તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલા એક મુનિએ તરફડતી સમડીને જોઈને એને નવકારમંત્ર સંભળાવ્યો. નવકારમંત્ર ધ્યાનથી સાંભળી સમડીએ દેહ છોડ્યો. મૃત્યુ પામીને સમડી સિંહલદ્વીપની રાજકુમારી થઈ. એક વખત રાજસભામાં છીંક આવતાં ઋષભદત્ત નવકારમંત્રનું પહેલું પદ “નમો અરિહંતાણં' બોલ્યા. એ સાંભળતાં જ રાજકુમારીને થયું કે પોતે આવું ક્યાંક સાંભળ્યું છે. તરત એવી ચિંતનધારાએ ચડી જતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું.
જાતિસ્મરણ જ્ઞાન એક સાથે વધુ વ્યક્તિને પણ ઉત્પન્ન થાય. સુપ્રસિદ્ધ ઉદાહરણ છે : મલ્લિકુંવરી (મલ્લિનાથ) ના જીવનનો પ્રસંગ. મલ્લિકુંવરીના પૂર્વના જન્મના છે મિત્રો વર્તમાન ભવમાં જુદા જુદા નગરનાં રાજકુમાર થયા હતાં. છ એ રાજકુમાર મલ્લિકુમારીને પરણવા આતુર હતા. બધાંને મલ્લિકુમારીએ અશુચિ ભાવના સમજાવી પૂર્વભવની વાત કહી. એ સાંભળી છે એ રાજકુમારોને એક જ વખતે જાતિસ્મરણ જ્ઞાન થયું અને બધાંએ દીક્ષા ગ્રહણ કરી.
આગમગ્રંથોમાં જાતિસ્મરણ જ્ઞાનનો ઉલ્લેખ ઉત્તરાધ્યયન સૂત્રના મૃગાપુત્રીય અધ્યયનમા થયેલો છે:
બલભદ્ર રાજા અને મૃગારાણીનો બલક્ષી નામનો પુત્ર મૃગાપુત્ર' તરીકે જાણીતો હતો. એકવાર મૃગાપુત્ર રાજમહેલની અટારીએ થી અચાનક એક સંયમધારી સાધુને જુએ છે - જોઈ રહે છે. એને થાય છે કે મેં આવું પહેલાં ક્યાંક જોયું છે, એવા ભાવમાં ઊંડા ઊતરી, જતાં તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે. આમ સાધુના દર્શન થતાં અને અધ્યવસાયોની નિર્મળતા થતાં એને પૂર્વભવની સ્મૃતિ થઈ (દેવલોક થી આવી તે મનુષ્યભવમાં આવ્યો, સમનસ્ક જ્ઞાન ઉત્પન્ન થતાં તેને પૂર્વજન્મની સ્મૃતિ ઉત્પન્ન થઈ) અને મહર્બિક મૃગાપુત્રને પૂર્વજન્મ અને પૂર્વકૃત સાધુપણાની સ્મૃતિ થઈ આવી. આસક્તિ નીકળી ગઈ અને દીક્ષા લેવાની ઈચ્છા માતા-પિતા પાસે દર્શાવી.
જાતિસ્મરણજ્ઞાન ફકત સમકિતી જીવોને જ થાય એવું નથી. તે સમકિતી ને થાય અને મિથ્યાત્વીને પણ થાય. એવા બધા જીવો બહુ ઊંચી કોટિના હોય, એ અનિવાર્ય નથી. એવું માની પણ ન લેવું.
જાતિસ્મરણજ્ઞાન વિષે - બબ્બે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાન વિષે જૈનધર્મમાં જેટલી સૂક્ષ્માતિસૂક્ષ્મ અને વિશદ્ વિચારણા કરવામાં આવી છે, તે અન્યત્ર જોવા મળતી નથી.
જૈન માન્યતા અનુસાર તીર્થકરોને જન્મતાંવેંત જ મતિ, ધૃત ઉપરાંત અવધિજ્ઞાન સહજપણે હોય છે. ભગવાન મહાવીરના શિષ્યોમાથી તેરસો મુનિઓને અવધિજ્ઞાન જન્મ પુનર્જન્મ
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org