________________
બનનાર ઘટનાની અગાઉથી જાણ થઈ જવી. ભવિષ્યની ઘટનાનો ચિત્રપટની જેમ તાદશ ચિતાર આવી જતો હોય છે. ખાસ કરીને અકસ્માત કે ગંભીર ઘટનાઓના આવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે. 100 Days ચિત્રપટમાં આ કથાવસ્તુ હતી. એક અપેક્ષાએ Intuition અંત સ્ફૂરણામાં પણ આ જ્ઞાનનો સમાવેશ થાય છે.
મન: પર્યવજ્ઞાન : બીજાનાં મનમાં ચાલતા વિચારો, મનોવ્યાપાર, વાંચવાની જાણી લેવાની શક્તિ. જૈન માન્યતા અનુસાર જ્ઞાનની શ્રેણીમાં અવધિજ્ઞાન પછી આવતું જ્ઞાન. સાંપ્રત મનોવિજ્ઞાનમાં આ જ્ઞાનના સંશોધનો અલ્પ છે.
ઘણીવાર પૂર્વજન્મમાં સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો તે પછીના ભવમાં જાતિસ્મરણ ન થાય તો પણ જે તે વિષયમાં તે બહુ જલદીથી આગળ વધી જાય છે. જે મુકામે આગલા જન્મની જ્ઞાન કે સાધનાની યાત્રા અટકી હોય છે, ત્યાંથી આ ન્મમાં આગળ વધે છે. કલા, સંગીત જેવી અનેક સાધનાને આ નિયમ લાગુ પડે છે.
દા. ત. ચારેક વર્ષનું બાળક હાર્મોનિયમના પરિચયમાં આવતાં જ ગમે તે ધૂન સાંભળી વગાડતો થઈ જાય છે. આપણે એને કુદરતી બક્ષીસ કહીએ છીએ. વસ્તુત: પૂર્વભવના અભ્યાસનું એમાં અનુસંધાન હોય છે.
જર્મનીનો વુલ્ફોંગ મોઝાર્ટ Music’s Wonder Child તરીકે વિખ્યાત થઈ ગયો. ચાર વર્ષની ઉંમરે ‘કલેપીયર' (પિયાનોનું પ્રાચીન સ્વરૂપ) વગાડતો થઈ ગયો. પાંચમે વર્ષે વાયોલીન વગાડવું શરૂ કર્યું. ૬ વર્ષની ઉંમરે સંગીતના ‘નોટેશન્સ’ લખતો - વાંચતો થઈ ગયો. નવ વર્ષની ઉંમરે સીમ્ફનીના એક - એક સૂર યાદ રાખતો થઈ ગયો. ૧૪ વર્ષની ઉમરે એ પોતે સીમ્ફની રચવા લાગ્યો. એની બંદિશો ભારતીય સંગીતને ઘણી મળતી આવે છે. એક ચમત્કારિક સંગીતકાર હતો.ભારત સરકારે મોઝાર્ટની સ્મૃતિમા ટપાલ ટિકીટ પણ બહાર પાડી છે. ‘Believe it or not’ માં રિપ્લેએ લખ્યું છે કે શાસ્ત્રોક્ત સિતાર વગાડતાં શીખતાં ૧૫૦ વર્ષ લાગે. ! જેને જન્મજાત સ્વરજ્ઞાન કહેવાય છે, તે પૂર્વભવની સાધાનાનું પરિણામ હોય છે.
મુંબઈમાં એક ધારાશાસ્ત્રીનો દીકરો અઢી વર્ષની ઉંમરે ઉચ્ચ કક્ષાની અંગ્રેજી બોલવા લાગ્યો. પૂર્વજન્મમાં એ નેવલ કમાંડર (નૌસૈન્યનો અધિકારી) હતો એવું એણે જણાવ્યુ. આગલા ભવમાં એણે બીજા વિશ્વયુદ્ધમાં કામગીરી બજાવી હતી. તેને નૌકાદળના અફસરો પાસે લઈ જવામાં આવ્યો. અફસરોએ તેને અનેક પ્રશ્ન પૂછયાં. અફસરોને ખાતરી થઈ કે નેવીમાં કામ કર્યા સિવાય આટલી ટેકનિકલ જાણકારી ન હોઈ શકે.
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૫૬
www.jainelibrary.org