________________
આ છોકરો ભણવામાં પણ હોશિયાર નીવડયો. એના વડીલોએ આ ઘટનાને પ્રસિદ્ધિ આપી નહીં. ધીરે ધીરે એની પૂર્વ જન્મની સ્મૃતિ ઓછી થઈ ગઈ.
આચાર્ય રજનીશે એક ઘટના સવિસ્તર કહી હતી. જબલપુરની જ એક યુવતી. તેને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. આગલા જન્મમાં સાઠેક વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી હતી. આ જન્મમાં વીસ વર્ષની ઉંમરે પણ એને યૌવન સહજ કોઈ વાતમાં રસ ન હતો. એની માનસિક પ્રગભતા ૬૦+૨૦= ૮૦ વર્ષની! શરીરની ઉમર ૨૦ વર્ષની ! બંનેની વચ્ચે કોઈ તાલમેલ નહીં. મા-બાપ એને શ્રી રજનીશ પાસે લઈ આવ્યા. રજનીશે એક માર્ગ બતાવ્યો કે એની પૂર્વજન્મની સ્મૃતિ ભૂલાવી દો, તો એ પાછી ૨૦ વર્ષની થઈ જાય ! પણ એ માર્ગ તેમને માન્ય ન હતો.
કોઈ માનવીનું શરીર ઓસ્કાર વાઈલ્ડના ડોરી અને ગ્રેની જેમ સદા યુવાન હોય, તો માનવીને કેમ ખબર પડે કે તેની વય ૫૦ વર્ષની છે? એની સ્મૃતિ થકી જ ખબર પડે. સ્મૃતિનો બોજ એ જ વયનો બોજ. જેની સ્મૃતિ કોઈ કારણસર ચાલી ગઈ હોય, એને પોતાની ઉંમરનો કોઈ અણસાર હોતો નથી. !
વિનોબાજીના ભાઈ બાળકોબાજીએ પંતજલિના યોગસૂત્રનું ભાણ કરીને તેના પર વિવરણ કરતી વખતે કેટલાંક સૂત્રો બાકાત રાખ્યાં, તે વિષે વિનોબાએ લખ્યું છે :
પતંજલિના સૂત્રોનું ચિંતન અને મનન કરવાનો મને વર્ષોનો અભ્યાસ છે. બાળકોબાજીએ ભાગના છોડેલાં સૂત્રો ઉપર પણ સ્વભાવિક ચિંતન થયું. મને માલમ પડયું કે એમની કેટલીક સિદ્ધિઓ કાલ્પનિક છે, તો કેટલીક વાસ્તવિક.
વિશ્લેષણ કરવાથી ધ્યાનમાં આવે છે કે એમાની કેટલાક સિદ્ધિઓ ચિત્તશુદ્ધિના પરિણામ સ્વરૂપ આવે છે. કરવામાં આવતી નથી. પરંતુ કેટલીક સિદ્ધિઓ એવી છે, જે ભક્તિ, પ્રેમ કે કરુણાના ઉત્પરથી” થાય છે, ઉત્પર શબ્દ યોગસુત્રનો જ છે. એનો અર્થ છે : પરિપૂર્ણ કરુણા, પ્રેમ, ભક્તિ જ્યારે ઉભરાય છે, ત્યારે કેટલીક સિદ્ધિઓ થાય છે. કેટલીક સિદ્ધિઓ ધ્યાનજન્ય હોય છે. કેટલીક હેતુપૂર્વક કરવામાં આવે છે.
એમાંથી કેટલીક સિદ્ધિઓને મને અભ્યાસ છે. ઉદાહરણ તરીકે પૂર્વજાતિજ્ઞાનમ્ અથવા પૂર્વજન્મનું કઈંક ધ્યાન : આપણા સંસ્કારો પર ધ્યાન, ધારણા, સમાધિ કરીને પાછળ પાછળ જતાં પૂર્વજન્મનો પણ કઈંક ભાસ મળી જાય છે. એની મર્યાદા મેં એ માની કે, પૂર્વજન્મનો જ ઉત્કટ પ્રયોગ હશે. હેતુપૂર્વક કરેલો પ્રયોગ નહિં. આજના કામ માટે જરૂરી છે કે પૂર્વજન્મનું પુણ્ય આપણી સાથે હોય, અને એનું બળ આપણને મળે. એ તો મળે જ છે. એને જન્મ પુનર્જન્મ
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org