________________
થાય છે. જાતિસ્મરણ જ્ઞાનમાં અવધિજ્ઞાનની જેમ એ રીતે ઉપયોગ મૂકવાની વાત સામાન્ય રીતે હોતી નથી.
જાતિ સ્મરણ જ્ઞાન ક્યારેક કશા પણ નિમિત્ત વગર થાય છે. કેટલીક વાર પૂર્વભવમાં જોયલ કોઈ વ્યક્તિની કે આકૃતિનો આસાર, કોઈ ઘટના કે કોઈ શબ્દો સાંભળતાં મતિજ્ઞાન ઉપરનું આવરણ હટી જાય છે, અને પૂર્વભવ સ્પષ્ટ ભાસે છે. આમ જાતિસ્મરણ જ્ઞાન સનિમિત્તિક અને અનિમિત્તિક એ બે પ્રકારનું “અભિધાન રાજેન્દ્રકોશ” માં દર્શાવાયું છે.
મનુષ, દેવ, તિર્યંચ અને નારકી એ ચારેય ગતિઓના જીવોને આ જ્ઞાન થઈ શકે છે. તિર્યંચ ગતિમાં માત્ર પંચેન્દ્રિય સંજ્ઞી જીવને (પાંચ ઈન્દ્રિય અને મન જેને હોય તેવા જીવને) આ જ્ઞાન થઈ શકે છે, બીજાને નહિ. મુખ્યત્વે જ્ઞાનવરાગીય કર્મનો ક્ષયોપશમ થવાથી ચિત્તનો વિશિષ્ટ ઉઘાડ થતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે. મહાવીર સ્વામીના સમયમાં ચંડકૌશિક સર્પન, દેડકા રૂપે અવતરેલા નંદ મણીયારના જીવને, હાથીની ગતિમાંથી આવનાર મેઘકુમારને આવું પૂર્વભવનું સ્મરણ થયું હતું.
શાસ્ત્રોમાં આવે છે : ઋષભદેવ ભગવાનને જોતાંજ એમના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને એટલો ઉલ્લાસ આવ્યો કે એને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. આઠ ભવ પહેલાનું તે આ શરીર ન હતું, છતાં તેમને જોતાં જ ખ્યાલમાં આવી ગયું કે આ જ જીવ આઠ ભવ પહેલા મારા પતિ તરીકે હતો. પછી તો આહારદાનની વિધિ પણ ખ્યાલમાં આવતાં વિધિસર ભગવાનને આહારદાન આપ્યું.
કેવળ જ્ઞાનીનું જ્ઞાન ન કરે તેમ આ પરોક્ષ એવા મતિજ્ઞાનની ધારણામાંથી આવેલું જાતિ સ્મરણ કરતું નથી.
તદુપરાંત મહ્નિકુંવરીએ અશુચિ ભાવનાની સમજણ આપવાથી રાજકુમારોને, અભયકુમારે મોકલાવેલી જિનેશ્વર ભગવાનની પ્રતિમા જોતાં, આકુમારને, ફૂલોનો ગુચ્છ જોતાં, બ્રહ્મદત્ત ચક્રવતીને. દીક્ષા’ શબ્દ સાંભળતા, વજ સ્વામીને અને આર્ય સુહસ્તિસૂરિને જોતાં સંપ્રતિ મહારાજને જાતિ સ્મરણ જ્ઞાન થયાનાં ઉદાહરણો છે.
વીસમાં તીર્થકર મુનિસુવ્રત સ્વામી પ્રતિષ્ઠાનપુરમાં હતા તે વખતે એક અશ્વને પ્રતિબોધ પમાડવા માટે વિહાર કરી ભરુચ પધાર્યા અને ત્યાં લોકોને દેશના આપી. એ સમયે યજ્ઞ માટે લાવેલા ઘોડાએ એ દેશના સાંભળી, પ્રભુને જોતાં અને પરિચિત ઉપદેશ સાંભળતાં ઘોડાને જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું. તિર્યંચ ગતિમાથી મનુષ્યગતિમાં આવેલા જીવોને પોતાના તિર્યંચ ભવનું પણ જ્ઞાન થાય છે. ભરુચમાં નર્મદા નદીને કાંઠે વૃક્ષમાં માળો બાંધીને એક સમડી રહેતી હતી. એને એક જમ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org