________________
કેવળજ્ઞાન લોક અને અલોકને સર્વત: પરિપૂર્ણરૂપથી જાણે છે. ભૂત - ભવિષ્ય અને વર્તમાનમાં એવું કશું નથી જેને કેવળજ્ઞાન નથી જાણતું
અવધિજ્ઞાનને સીમાંજ્ઞાન પણ કહેવાય છે. મતિયુતાવધિમન: પર્યાયકેવલાનિ જ્ઞાનમ- તત્વાર્થસૂત્ર અ.૧, સૂક
મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાન છે. અને ચેતનાશકિતના પર્યાય છે. એમનું કાર્ય પોતપોતાના વિષયોને પ્રકાશ કરવાનું હોવાથી બધાં જ્ઞાન કહેવાય છે. પરંતુ મતિ, શ્રુત અને અવધિ, જ્ઞાન અને અજ્ઞાનરૂપ મનાય છે. જેમકે મતિજ્ઞાન, મતિઅજ્ઞાન; શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાન; અવધિજ્ઞાન, અવધિઅજ્ઞાન-વિભજ્ઞાન.
મિશ્રાદષ્ટિના મતિ, મૃત અને અવધિ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયો અજ્ઞાન જ છે. અને સમ્યગદષ્ટિના ઉક્ત ત્રણે પર્યાયો જ્ઞાન જ માનવાં જોઈએ. * મન:પર્યવના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુલમતિ. વિશુદ્ધિ અને પુન:પતનના અભાવથી એ બેમાં તફાવત છે. વિષયને જે સામાન્યરૂપે જાણે છે, તે ‘ઋજુમતિ મન:પર્યાય. અને જે વિશેષરૂપે જાણે છે, તે ‘વિપુલમતિ મન:પર્યાય'. વિપુલમતિ વિશુદ્ધતર હોય છે, કેમકે જામતિ કરતાં સૂક્ષ્મતર અને અધિક વિશેષોને સ્કૂટ રીતે જાણી શકે છે. બીજો ભેદ એ છે કે ઋજુમતિ ઉત્પન્ન થયા પછી કદાચિતું ચાલ્યું પણ જાય છે. પરંતુ વિપુલમતિ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે.
જેમ આગલા જન્મોના સંસ્કારો બીજા જન્મમાં જાય અને જિંદગી સુધી કાયમ રહે છે, તેમજ અવધિજ્ઞાન બીજો જન્મ થયા છતાં આત્મામાં કાયમ રહે અથવા કેવલજ્ઞાનની ઉત્પત્તિ સુધી કે જીવન પર્યત સ્થિર રહે, તે “અવસ્થિત.” જળરંગની જેમ કદી વધે ઘટે, પ્રગટ થાય કે તિરોહિત થાય, તે ‘અનવસ્થિત.” નારકી અને દેવોને જન્મસિદ્ધ અવધિજ્ઞાન હોય છે - ભવપ્રત્યય. કોઈ કોઈ મનુષ્યને અવધિજ્ઞાન જન્મથી હોય છે. પણ એ ગુણપ્રત્યય સમજવું. કેમકે યોગ્ય ગુણ ન રહે. તો અવધિજ્ઞાન જીવન પર્યત કાયમ રહેતું નથી. ક્ષયોપશમ સિવાય અવધિજ્ઞાન પ્રગટતું નથી.
કેટલાંક આત્મામાં એક, કેટલામાં બે, કેટલામાં ત્રણ અને કેટલામાં ચાર જ્ઞાન એક સાથે સંભવે છે. પાંચ એકી સાથે ન હોય. જ્યારે એક હોય, તે કેવળજ્ઞાન. કેમકે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમય અન્ય અપૂર્ણ બીજાં જ્ઞાનનો સંભવ નથી. એકી સાથે ચાર શકિતઓ હોય. તો પણ એક સમયમાં કોઈ એક જ શક્તિ કાર્યશીલ હોય છે. અન્ય શક્તિઓ તે સમયે નિષ્ક્રિય રહે છે.
(તત્વાર્થસૂત્ર અ. ૧, સૂ. ૨૧ થી ૩૩.)
જમ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org