________________
જરૂર નથી.”
ભારતીય દર્શનશાસ્ત્રોમાં (૧) પુનર્જન્મ (૨) એનું કારણ (૩) પુનર્જન્મ ગ્રહણ કરનાર કોઈ તત્વ (૪) સાધન વિશેષ દ્વારા પુનર્જન્મના કારણોનો નાશ. આ પ્રમેયોને સાક્ષાત્કારના વિષયો માનવામાં આવે છે. - સુપ્રસિદ્ધ જૈન ચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે લખ્યું છે :
પુનર્જન્મ સાથે પૂર્વભવ) નો વિચાર ત્રણ રીતે થાય : અનુભવ, તક અને શ્રદ્ધાથી. મને એવો કોઈ અનુભવ નથી, જેને આધારે હું નિશ્ચિતપણે કહી શકું કે પુનર્જન્મ અને પુર્વભવ છે જ. પણ બીજાઓ, જેને એવો અનુભવ થયો છે, તેમાં શ્રીમદ્ રાજચંદ્રનાં વચનોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. પૂર્વભવ અને પુનર્જન્મ વિશે અનુભવથી વિશ્વાસપૂર્વક તેમણે કહ્યું છે. આ અનુભવની હું અવગણના કરી શકતો નથી.. બે ગ્રંથોએ મને આ ચિંતનમાં સારી એવી મદદ કરી છે. એક છે; પ્લેટનો મહાન સંવાદ ફીડો' અને બીજો શ્રીમદ્ રાજચંદ્રની ‘આત્મસિદ્ધિ'. બીજા પાણ ગ્રંથો છે. સમયે સમયે વાંચતા કોઈ વખત કોઈ પ્રકાશ પડે છે. છેલ્લું પગલું શ્રદ્ધાનું છે. પણ તે આંધળી શ્રદ્ધા નહિં, પણ બુદ્ધિગમ્ય. બુદ્ધિની પેલે પારની જ્ઞાનમય શ્રદ્ધા છે.'
કોઈ વિજ્ઞાની કહેશે કે આત્મા જેવું કંઈ નથી. It is a mere chemical combination. શ્રીમની આત્મસિદ્ધિમાં જેમ શિષ્ય શંકા વ્યક્ત કરી છે: દેહયોગથી al ud at Ecrant 1121. Dust Thou art, to dust thou returneth. Hiel છે, ને માટીમાં મળી જવાનું છે. પૂર્વભવ કે પુનર્જન્મનો અનુભવ બધાને હોતો નથી પણ એક વિજ્ઞાનની જેમ ‘હાઈપોથેસીસ' તરીકે સ્વીકારી સંશોધન કરવું જોઈએ, તો એ જ નિર્ણય આવે કે પુનર્જન્મ અને કર્મસિદ્ધાંત ન હોય તો જીંદગીનો તાળો મળતો નથી. સારા કૃત્યોની કોઈ કિંમત રહેતી નથી. પણ સદ્વર્તનનું મૂલ્ય ઓછું થતું નથી. સારા કૃત્યોને લાભાલાભની દષ્ટિએ મૂલવી ન શકાય. Virtue is its own Reward. સારો ગુણ, સારું વર્તન એ સ્વયં એનો બદલો છે.
ગાલિબે કહ્યું : ગમે - હસ્તીકા “અસદ' કિસસે છે જઝ - મર્ગ ઈલાજ, શમ્મા હર રંગમે જલતી હૈ સહર હોને તક.
જિંદગીના દુ:ખોનો મૃત્યુ સિવાય ઉપાય કયાં છે? છતાં મીણબત્તી પ્રત્યેક રંગમાં - આપત્તિમાં જલતી રહે છે, તેમ માણસે ઝૂક્યા વિના જીવતા રહેવાનું છે. ગાલિબે પુરુષાર્થનો મહિમા ગાયો છે.
વિલિયમ શેક્સપીયર સંભવત: પુનર્જન્મમાં ન્હોતા માનતા એવો સંકેત હેમ્લેટ” ના સંવાદમાં મળી રહે છે. જન્મ પુનર્જન્મ
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org