________________
જ નહિ, પણ અનેક જન્મોની સ્મૃતિ જાગૃત થઈ શકે છે. માત્ર સ્મૃતિજ નહિ, પણ યાદ કરાતા સમયની અવસ્થાને અને પ્રસંગને અનુરૂપ અવાજ, હાવભાવ વગેરે પણ વ્યક્ત થાય છે. દા.ત. બાળપણનો પ્રસંગ હોય, તો બાળક જેવો અવાજ અને કાલી કાલી ભાષા, દુ:ખનો પ્રસંગ હોય તો વેદનાભર્યો સ્વર વગેરે, જાણે સ્મૃતિમાં લવાતો પૂર્વજીવનનો પ્રસંગ કોઈ નિષ્ણાત અદાકાર દ્વારા અત્યારે જ ભજવાઈ રહ્યો ન હોય ! આ હકીકત તે માત્ર કલ્પનાનો તરંગ નથી પણ પૂર્વે અનુભવેલ પ્રસંગ છે, એની પ્રતીતિ કરાવનાર સબળ પુરાવો બની રહે છે.
આ વિષયમાં રસ ધરાવનારે “એ સર્ચ ફોર બ્રાઈડે મફ' એ પુસ્તક વાંચવા જેવું છે. હિપ્નોટિક ટ્રાન્સમાં “એજ-રીગ્રેશન” કેવી રીતે કરાવવામાં આવે છે, એ દ્વારા કેવી અદ્ભુત માહિતી સાંપડે છે, પૂર્વજન્મના સિદ્ધાંતને એથી સજ્જડ પુષ્ટિ કેવી રીતે મળે છે. અને આવા સંશોધનો ના પરિણામે અમેરિકામાં ઉપલા થરના બુદ્ધિજીવી સમાજમાં પણ પુનર્જન્મનો સિદ્ધાંત કેટલી વ્યાપક માન્યતા મેળવી રહ્યો છે, વગેરેનું વિસ્તૃત નિરૂપણ, એક વ્યક્તિ ઉપર કરવામાં આવેલ એજ-રીગ્રેશન'ના પ્રયોગનો અથથી ઇતિ સુધીનો અહેવાલ ટાંકીને, નવલકથા જેવી ચિત્તાકર્ષક શૈલીમાં અમેરિકાના એક બેંકરે કર્યું છે. વર્જીનીયા બીચનો ચમત્કારિક માનવી :
“વર્જીનીયા બીચના ચમત્કારિક માનવી' લેખાતા અમેરિકાના એડગર કેસી નામના માણસે પુનર્જન્મના સિદ્ધાંતને પ્રતિષ્ઠા અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. એડગર નવમાં ધોરણ સુધી પણ ભાગ્યો ન હતો !
કેસી એકવીસ વર્ષની ઉંમરે માંદગીમાં પટકાયો. એમાંથી એ સાજો તો થયો, પણ એણે વાચા ગુમાવી દીધી. એની વાચા પાછી લાવવાના બધાજ ઉપચાર નિષ્ફળ ગયા. એક વખત એક પ્રવાસી હિપ્નોટીસ્ટે એને ટ્રાન્સમાં નાખી બોલતો કર્યો, પરંતુ ટ્રાન્સમાંથી જાગ્યા બાદ એ બોલી ન શક્યો. પહેલી ટ્રાન્સ વખતે હાજર રહેલા એક શિખાઉ હિપ્નોટીસ્ટે વિચાર કર્યો કે કેસી ટ્રાન્સમાં બોલી શકે છે. તે વખતે ન બોલી શકવાનું કારણ કદાચ એની પાસેથી જાણી શકાય. એણે અખતરો કર્યો. ટ્રાન્સમાં રહેલ, નવમાં ધોરણથી આગળ કદી ન ભણેલ કેસીએ એક દાકતરની અદાથી, દાકતરી પરિભાષામાં દરદનુ નિદાન, કારણ અને ઉપચાર કહી બતાવ્યા! એ પ્રમાણે ઉપચાર થતાં કેસી પૂર્વવત્ બોલતો થઈ ગયો. ધીરે ધીરે આ વાત દાકતરો સુધી પહોંચી. તેઓ પણ પોતાના ગૂંચવાડાભર્યા કેસોમાં કેસીનું માર્ગદર્શન લેવા માંડ્યા. એ રીતે એડગર કેસીના ત્રીસ હજાર “હેલ્થ રીડીંગ્સ' ના પગરણ મંડાયા.
સમય જતાં એડગર કેસીમાં એવી ક્ષમતા આવી ગઈ કે દરદીની જન્મ પુનર્જન્મ
૩૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only