________________
રીગ્રેશન'. આજે માનસ ચિકિત્સામાં હિપ્નોટિઝમ-સંમોહન વિદ્યાનો ઉપયોગ અમેરિકામાં છૂટથી થઈ રહ્યો છે, રોગના મૂળમાં કોઈ માનસિક ગ્રંથિ (Complex) કે કોઈ પ્રચંડ આઘાતજનક અનુભવ (Traumatic Experience) કારણભૂત છે કે કેમ તે શોધી કાઢવા માટે દરદીને ગાઢ ઉંધ જેવી સ્થિતિમાં લાવી ભૂતકાળની સ્મૃતિઓ જાગૃત કરાવાય છે. દરદીને દશ, પંદર, વીંશ કે તેથી વધુ વર્ષો પૂર્વે - છેક બાળપણ સુધી પાછો લઈ જવાય છે. આવા પ્રયોગો દરમ્યાન પછી થી એ પણ જાણવામાં આવ્યું કે કોઈકવાર દરદી આ જન્મમાં ન બની હોય એવી વાતો પણ કરવા માંડે છે. આ હકીકતે પુનર્જન્મનો વિરોધ કરનાર ડો. .એલેકઝાંડર કેનન જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ડોક્ટર અને વૈજ્ઞાનિકને પણ પુર્નજન્મમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. ડો. એલેકઝાંડર લખે છે :
‘‘વર્ષોથી પુનર્જન્મના સિદ્ધાંતથી હું ભડકતો હતો અને એને ખોટો પુરવાર કરવા હું મારાથી બધું કરી છૂટતો. ‘‘ટ્રાન્સ’’ માં રહેલા મારા દરદીઓ જ્યારે એની વાત કરતા ત્યારે હું કહેતો કે તેઓ મુર્ખાઈભર્યો પ્રલાપ કરી રહ્યા છે. પરંતુ જેમ વર્ષો પસાર થતાં ગયાં અને એક પછી એક દરદીઓ આની આ જ વાત કહેવા લાગ્યા ત્યારે એનું તથ્ય જાણવા માટે મેં તપાસ આદરી. સુધીમાં હું એક હજાર ઉપરાંતના કેસોની ચકાસણી કરી ચૂક્યો છું. અને મારે કબૂલ કરવું પડે છે કે પુનર્જન્મ એ એક હકીકત છે. એક હજારથીએ વધુ કેસોમાંના એકે એક કેસમાં આ જીવન પૂર્વે બે, ત્રણ, જન્મ, કે તેથી પણ હજારો વર્ષ પહેલાં આ પૃથ્વી પર જન્મ થયેલ હોવાનુ જાણવા મળેલ.’
આજ
""
પોતાના સંશોધનોની થોડી વિગતો આપી આગળ જતાં તેઓ કહે છે: ‘‘વાચક જોઈ શકશે કે મેં આ માત્ર કલ્પનાના આધારે નહિ પણ કડક ચકાસણીના અંતે મળતા પુરાવાના બળે કહ્યું છે. આજ (૧૯૫૦) સુધીમાં ચકાસાયેલ તેરસો કેસોમાં એકધારો સ્થિર પુરાવો સાંપડયો છે કે જે અત્યંત નોંધપાત્ર અને ઉત્સાહપ્રેરક છે. આ પુરાવો અત્યંત ભૌતિક સિદ્ધાંતવાદીઓના હુમલાઓની સામે ટક્કર ઝીલે તેવો છે.
ગમે તેવી કટ્ટર, દોષદશી અને શંકાશીલ વ્યક્તિ પણ એની ઉપેક્ષા કરી શકે તેમ નથી.
""
‘હિપ્નોસિસ’ (Hynosis) એ હિપ્નોટિઝમની અસર નીચે ઊંધ જેવી એક અવસ્થા છે. જેને ‘સોમ્નાબ્યુલિસ્ટિક ટ્રાન્સ' (Somnabulistic Trance) કહેવામાં આવે છે. તેમાં અતીન્દ્રિય જ્ઞાનશક્તિનો ઉઘાડ થઈ જતો અને દેશકાળના મર્યાદાની પાળ તૂટી જતી જોવામાં આવે છે. એ અવસ્થામાં માત્ર પૂર્વભવની જ નહિ, પણ અનેક જન્મોની સ્મૃતિ જાગૃત થઈ શકે છે. માત્ર સ્મૃતિજ નહિ,
૩૮
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org