________________
પછી તેની માનસિક સારવાર કરવામાં આવી અને તેને ડરમાંથી મુક્તિ મળી.
બેહોશીની અસરવાળા દર્દીઓની તપાસમાં અને તુર્કીના એક ગામના ૩૦ બાળકોના અભ્યાસમાં પૂર્વ જન્મના પુરાવા સાંપડ્યા હતા.
બેહોશી “કોમા” માંથી બહાર આવેલા પ૮૦ જેટલા દર્દીઓએ ચિકિત્સકોને જણાવ્યું હતું કે તેમણે શરીરથી અલગ થઈ ગયાનો અનુભવ કર્યો હતો. પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં વિવિધ સ્થળોએ આ દર્દીઓને જે અનુભૂતિઓ થઈ તેના દસ્તાવેજો તૈયાર થઈ રહ્યાં છે. - કબ્રસ્તાનની કબરોના પત્થરો પર ઉદાસ બેસી રહેતા અને ઘણાં વર્ષો પહેલાં નાશ પામેલા એક ગામના ખંડિયેર વચ્ચે લાંબો સમય ગાળતા, ભમતા, તુર્કસ્તાનના બાળકોના વિચિત્ર વર્તનના અભ્યાસે આગલા જન્મ સાથે આ જન્મની મજબૂત કડી હોવાનો નિર્દેશ આપ્યો છે. મનોવૈજ્ઞાનિકોએ બાળકોને સંમોહિત કરી તેમની સાથેના વાર્તાલાપ દ્વારા શોધી કાઢયું કે, આ તમામ બાળકો આગલાં જન્મમાં આ નાશ પામેલા ગામના રહેવાસીઓ હતા. આ બાળકોએ આપેલી ભૂતકાળની ઘટનાઓની વિગતો ઐતિહાસિક નોંધ સાથે મળતી આવતી હતી.
ટૂંકમાં મનોચિકિત્સામાં માત્ર આ જ જીવનના ભૂતકાળની ઘટનાઓ - અનુભવો નહિં, પણ પૂર્વજન્મોની જિંદગીની ઘટનાઓ પણ મદદરૂપ થઈ પડે છે.
વધુ ને વધુ લોકો પુનર્જન્મમાં માનતાં થયા છે. જે ધર્મપરંપરાઓમા પુનર્જન્મની માન્યતા નથી, તેમાં ઉછરેલા જન્મેલા અનેક ચિંતકો, લેખકો પુનર્જન્મમાં માનતા હતા અને માને છે. કેટલાંક ચિંતકો પુનર્જન્મનો ઈન્કાર કરતાં હોવા છતાં પણ આ એક જ જન્મ છે, બીજો નથી જ, એને ખાત્રીપૂર્વક ઈન્કાર કરી નથી શકતાં!
ખલિલ જિબ્રાનના The Prophet - ‘વિદાય વેળાએ'માં અંતિમ વાત અદ્ભુત રીતે કહી. અલમુસ્તફાએ કહ્યું :
ઓર્ફોલીસના નાગરિકો! હું વિદાય લઉ છું પણ ફરીને આવીશ. ભૂલતા નહિ. ફરીને હું તમારી પાસે ભરતીના મોજાંની પેઠે આવવાનો છું. હું લુપ્ત થતો નથી. માત્ર જાઉં છું.
' ઘડી બે ઘડી અને મારી અતૃપ્ત ઈચ્છાઓ મારા ધૂળકણોને ફરી ભેગા કરશે. મોજઓની ફીણથી ફરી મારો દેહ ગૂંથાશે. વાયુની લેરખી પર પળ બે પળનો વિરામ, અને વળી બીજી જનેતા મને ધારણ કરશે, પોતાના અંકમાં સ્થાપશે.”
'Forget not that I shall come back to you.
A Little while and my longing shall gather dust and foam for another body.
A little while, a moment of rest upon the wind, જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org