________________
ઉક્તિ પ્રચલિત છે : મૃત્યુનું કારણ રોગ નથી, પણ જન્મ છે. (ગુણવંત શાહ)
પ્રખર નિરીશ્વરવાદી જર્મન ફિલસૂક ફેડરિક નિજો કર્મચક્રે પ્રવર્તાવેલ પુનર્જન્મમાં માને છે.
ભારતીય નીતિશાસ્ત્રમાં કર્મના સિદ્ધાંત દ્વારા કર્તવ્ય અને પુણ્ય-પાપને સાંકળી લેવામાં આવ્યાં છે. ક્યાં કર્મનું કયું ફળ? ક્યું કર્મ ક્યા જન્મમાં ફળ આપશે? વગેરે બાબતોની માનવીને ભલે સ્પષ્ટ સમજ ન હોય, પણ એટલું નક્કી કે પૂર્વકર્મ જ વર્તમાન જીવનમાં સારું કે નરસું ફળ આપે છે. અલબત્ત, ભારતીય નીતિશાસ્ત્રમાં એવા લૌકિક ખ્યાલ પ્રવેશ્યા કે કર્મનો સિદ્ધાંત જ દંડ અને પુરસ્કારનું કાર્ય સંભાળે છે, સુખ અને દુ:ખ આપે છે. સુખ કોને કહેવું અને દુ:ખ કોને કહેવું એ પણ લૌકિક, કે ભૌતિક ધારણાઓથી જ નિશ્ચિત થાય છે. લૌકિક ખ્યાલ અનુસાર નવો જન્મ એ જાણે એક શિક્ષા જ છે. વધુ સૂક્ષ્મ સ્તરે એમ પણ કહેવાયું કે નવો જન્મ ધારણ કરવો પડે છે, તે અહંતવને કારણે. જો આત્મા જાણે કે “અહંતા” જન્મ અને સુખ-દુ:ખનું કારણ છે, તો એ જ્ઞાન મુક્તિનું લક્ષણ બની જાય.
હિંદુ ધર્મની વૈષ્ણવ અને તાંત્રિક પરંપરામાં ભક્ત ઈશ્વરની સેવા કરી ફરી ફરી જન્મ લેવા ઈચ્છે છે. એના માટે જન્મ એ કઈ પૂર્વકર્મની શિક્ષા નથી. નરસિંહ મહેતાએ એટલે જ ગાયું કે વૈકુંઠ નથી જાવું! તુલસીદાસે પણ મુક્તિ નથી વાંછી, પણ રામની ભક્તિ જ જન્મોજન્મ વાંછી.
અદ્વૈત વેદાંતમાં શંકરાચાર્યના મત અનુસાર મુક્તિ એ પરાત્પર તથ્ય છે. માનવી મુક્ત જ છે, પણ તે એ જાણતો નથી, અજ્ઞાન-અવિધાનું આવરણ દૂર થાય, કે તેની મુક્તિ સ્વયં પ્રગટ થાય છે. ઋણાનુબંધ :
આખો સંસાર ઋણાનુબંધના આધારે ચાલે છે અને ટકે છે. જીવે કરેલું દેવું', દેવું જ પડે છે ! જ્યાં સુધી કરમનું લેવું -દેવું શેષ રહ્યું છે, ત્યાં સુધી સંસાર છે. જમા-ઉધારનાં પાસાં સરખાં થઈ જાય, એટલે કે કિંચિત્ માત્ર ત્રણ ન રહે, ત્યારે જીવ મુક્ત થાય છે. સમસ્ત ખેલ ‘લેણાદેણી' ન કહી શકાય.
ભવોભવના ભણકાળ દરમ્યાન જીવ અનેકાનેક અન્ય જીવોના સંબંધમાં આવે છે, અને સંજોગો મુજબ પરસ્પર રાગ-દ્વેષના કર્મો બંધાય છે. આ રાગદ્વેષની સાંકળ તે જ ઋણાનુબંધ. ઋણ એટલે કરજ-દેવું, અને અનુબંધ એટલે તેને અનુસરતો અનુરૂપ ફળ દેનાર બંધ. આ શુભાશુભ ઋણની પતાવટ અર્થે જ જીવ ઋણાનુબંધી જીવો સાથે સંસારી સંબંધોથી જોડાય છે. મા-બાપ, પુત્ર-પુત્રી, જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org