________________
થઈ શકે છે. મોક્ષને માટે બધાય કર્મ-પુણ્યરૂપ કે પાપરૂપ-બંધન છે. એનો પણ નાશ પ્રયત્નથી શક્ય છે. આ પક્ષનું ધ્યેય સર્વ બંધનોથી મુક્તિનું છે; શ્રમણમાર્ગ, પરિવ્રાજકો, યોગ, સાંખ્ય વગેરે દર્શનો આવા નિવૃત્તિલક્ષી છે. આગળના પક્ષને પ્રવૃત્તિમાર્ગ કહી શકાય.
નિવર્તક માર્ગમાં ચોથો પુરુષાર્થ મુખ્ય છે. જેમણે પોતાના અસ્તિત્વનાં મૂળને જાણવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો તેમણે આત્મતત્ત્વ શોધી કાઢ્યું. પુનર્જન્મને અટકાવવાનું સાધન તેમને મળી આવ્યું. મુક્તિની-મોક્ષની શક્યતા તેમણે જોઈ. વસ્તુત: ચોથા પુરુષાર્થને ‘મોક્ષને’ બદલે જ્ઞાનપુરુષાર્થ અથવા શુદ્ધિ કે શોધપુરુષાર્થ કહેવો જોઈએ-મોક્ષ તો એની અંતિમ ફળશ્રુતિ છે. મનુષ્ય ધર્મ, અર્થ અને કામને પ્રયત્નથી શોધે છે-ખોળે છે, તે માટેની પ્રવૃત્તિ કરે છે, છેવટે પોતાને અને જગતને શોધે છે, શુદ્ધ કરે છે, અને અંતે જગતના-જીવનના મૂળ કારણને પણ શોધી લે છે. જ્ઞાની ધર્મ કે નીતિના નિયમનમાંથી મુક્તિ નથી મેળવતો, પણ ધર્મને વધુ સૂક્ષ્મ સ્તરે સમજે છે, આચરે છે. વિવિધ જવાબદારીઓ અને તેની મર્યાદાઓને બરાબર જાણે છે અને સમજણપૂર્વક સ્વીકારે છે. આ પુરુષાર્થ માટે પ્રવૃત્તિમાત્રથી નિવૃત્ત થવું જોઈએ-એવી અંતિમ છેડાની માન્યતા નિર્માણ થઈ છે. કિંતુ પુનર્જન્મમાંથી છૂટવું અને તે માટે કર્મ નાશનો ઉપાય કરવો એટલો જ અર્થ મોક્ષપુરુષાર્થનો નથી.
પુનર્જન્મના ડરથી જ મોક્ષપુરુષાર્થ કરવાનો નથી; પણ જિજ્ઞાસાથી, સત્યશોધનની ભાવનાથી તથા શુદ્ધ થવાની આકાંક્ષાથી એ પ્રયાસ કરવાનો હોય. એ પુરુષાર્થ જ્ઞાનનો હોય. જે પરંપરાએ મોક્ષ તો અપાવશે જ.
જ્ઞાનની સાધનામાં તો ‘પુનર્જન્મ નથી’ એમ માનતા હોઈએ તો પણ અટકવાનું નથી. જ્ઞાન પુરુષાર્થથી સ્વયંને અજવાળવો એજ લક્ષ્ય છે. આ પુરુષાર્થમાં કર્મો તો સ્વયં ખરી જ પડવાનાં છે. મોક્ષ એ આત્માની સહજ અવસ્થા છે. કર્મની વ્યવસ્થા તો અનુષંગિક છે. It is a secondary mechanism. It is mechanical also, કર્મની યંત્રણા અનુસાર જન્મ મરણનું ચક્ર આપોઆપ સમાપ્ત થઈ જાય છે. એ inicidental નિષ્પત્તિ છે. આત્મા એના શાશ્વત નિવાસસ્થાનમાં પહોંચી જાય, તો એને અન્ય નિવાસ-દેહની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. માણસે જિજ્ઞાસુ હોવું જોઈએ, શ્રેયાથી થવું જોઈએ. શુશુત્સુ (શુદ્ધિની ઈચ્છાવાળા) હોવું જોઈએ. પરિણામે અજ્ઞાન, અધૂરું જ્ઞાન અને અનિશ્ચિતતામાંથી મુક્તિ મળે છે.
આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક: એ ભેદ આપણે પાડેલાં છે. અધ્યાત્મવિજ્ઞાન એ જ ખરો શબ્દ છે. વૈજ્ઞાનિક તથ્યોને કે જીવનને સમજવા અને સરવાળે
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૨૫
www.jainelibrary.org