________________
પુનર્જન્મમાં માને છે, મોક્ષ અથવા નિર્વાણનો પણ સ્વીકાર કરે છે. આત્માના અસ્તિત્વ સુધી તો સર્વ ધર્મોમાં એકવાક્યતા છે. ચાર્વાકદર્શન સિવાય બધા ભારતીય દર્શનોમાં આત્મા કે ચેતન તત્ત્વનું અસ્તિત્વ સ્વીકૃત છે, એથી જ ભારતીય સંસ્કૃતિમાં કર્મ, પુનર્જન્મ, મોક્ષના વિચારો ખૂબ ઊંડે સુધી ગૂંથાયેલા છે.
વૈદિક પરંપરાઓમાં થોડા થોડા ફેરફાર સાથે આત્માનું અમરત્વ સ્વીકારાયું છે. બૌદ્ધ મતમાં પુનર્જન્મનો સ્વીકાર છે,છતા આત્માની શાશ્વતતાનો અક્ષણ રૂપે સ્વીકાર નથી. નિત્ય આત્માને ન માનવા છતાં જન્મ-પુનર્જન્મને તે માને છે, બુદ્ધના પૂર્વજન્મોની કથાઓ, જાતકકથાઓ આનો પુરાવો છે.
પુનર્જન્મની બૌદ્ધ સંકલ્પના : બૌદ્ધ દર્શન એમ કહે છે કે આત્મા પાંચ સ્કંધોનો સમુદાય માત્ર છે. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન. આ પાંચ '. સ્કંધ (સમુહ)થી અતિરિક્ત એવો કોઈ આત્મા નથી. રૂપમાં ચાર મહાભૂતો(પૃથ્વી, જળ, તેજ અને વાયુ) આવે છે. વેદના એટલે સંવેદના, લાગણી. સંજ્ઞા એટલે ઇંદ્રિયો દ્વારા થતું જ્ઞાન, સંસ્કાર એટલે અનુભવાવેશો. વિજ્ઞાન એટલે વિચાર. રૂપરૂંધમાં ચાર શારીરિક તત્ત્વો, ભૌતિક તત્ત્વો અને બાકીના ચાર સ્કંધમાં માનસિક તત્ત્વોનો સમાવેશ થાય છે, આત્મા આ પાંચ સ્કંધોનો સમુદાય માત્ર છે. આ તથાગતનો માર્ગ છે. ભગવાન ન હોય તો કઈ નહિં, પણ પંચ સ્કંધો તેના પરિણામો તો છે ને!
બૌદ્ધ દર્શન એમ કહે છે કે આ સંઘાત બે ક્ષણ સુધી પણ એકરૂપ રહેતો નથી. એ નિરંતર પરિવર્તનશીલ છે. આ નિયમ દરેક વસ્તુને લાગુ પડે છે. હેરાલિટસ અને બર્ગમાં પણ બુદ્ધ જેવી જ વાત કરે છે. અવિરત ઉત્પાદ અને વ્યય, જગતની દરેક વસ્તુ આ નિયમને આધીન છે. નદીના જળમાં એક બિંદુ પણ સતત પરિવર્તિત થતું રહે છે. છતાં નદીમાં એકવાક્યતા રહે છે. એટલે જ scary so s you cannot bathe in the same river twice :- 24's or નદીમાં તમે બે વખત સ્નાન ન કરી શકો! કારણ કે બીજી વાર ભૂસ્કો મારે, ત્યાં સુધી તો પાણી બદલાઈ ગયું હોય. એવું જ સ્કંધ સમૂહમાં થાય છે.
માનવદેહ ભિન્ન અવસ્થાઓમાંથી પસાર થાય છે અને એ અવસ્થાઓ અનિત્ય છે, તો જીવન એ અવસ્થાઓની પરંપરા છે-પ્રવાહ છે. દરેક અવસ્થા પૂર્વની અવસ્થા પર આધાર રાખે છે અને દરેક અવસ્થા પોતાના પછીની અવસ્થા સર્જે છે. કાર્યકારણના નિયમના સિદ્ધાંત અનુસાર. વિલીયમ જેમ્સ વિજ્ઞાનના અતૂટ પ્રવાહ- an unbroken stream of consciousness ની જે વાત કરે છે, તે લગભગ ઉપરોક્ત પ્રક્રિયાને મળતી છે.
જો કર્યા વિના કર્મ થઈ શકે, તો પુનર્જન્મ પામનાર વ્યક્તિ વિના પુનર્જન્મ
જમ પુનર્જન્મ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org