________________
day સૃષ્ટિના પ્રલય પછીનો અંતિમ દિવસ ગણાય છે. આ દિવસે મરેલાં બધા જીવતાં થશે, કબરમાંથી. પુનરૂત્થાન- Resurrection ની માન્યતા છે. બધાને પોતાનાં કૃત્યો અનુસાર આખરી ચુકાદો સંભળાવવામાં આવશે. જે અલ્પ સમયનું હોય, તે પ્રથમ ભોગવવાનું આવે. જે દીર્ઘ હોય, તે પછી. આ ચુકાદા અનુસાર સ્વર્ગ કે નરકનો વાસ હોય. ઘણાં પ્રબુદ્ધ ખ્રિસ્તીઓ પુનર્જન્મમાં માનતાં હતાં.
ઈસ્લામપંથીઓ પણ આખરી ચુકાદામાં કયામતમાં માને છે. Day of Reckoning. સૃષ્ટિના પ્રલયનો આખરી દિવસ, તે જ કયામતનો દિવસ.કયામતના દિવસે મરેલાઓ જીવતાં થશે અને આખરી ચુકાદો પામશે. અને તે મુજબ દોજખ કે ઝન્નતવાસી થશે. સૂફીઓને પ્રથમ પંક્તિમાં ઊભા રાખવામાં આવે છે. સૂફી ખુદાના પ્રિય પાત્ર ગણાય છે. સૂફ એટલે પંક્તિ. તે પરથી સૂકી શબ્દ પ્રચલિત થયો. સૂફી એટલે સાફ, પવિત્ર, નિર્મળ મનના હોવાથી “સૂફી' કહેવામાં આવે છે. પરંતુ પ્રચલિત માન્યતા એવી છે કે “સૂફી' શબ્દ ‘સૂર’ એટલે ઉન ઉપરથી આવ્યો છે. સખત ગરમીમાં પણ કષ્ટ વેઠી ઉનના વસ્ત્ર પહેરનાર, સૂફી નામથી પ્રસિદ્ધ થયા. એક મત એવો છે કે સોફિયા એટલે જ્ઞાન. એ ઉપરથી જ્ઞાનીને સૂકી કહેવાય છે. ઈસ્લામ એટલે શરણાગતિ. અલ્લાહ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ.
ખિસ્તી અને ઈસ્લામ પરંપરામાં આ રીતે ઘણું જ સામ્ય જોવા મળે છે. સરવાળે આત્માની ગતિ ક્યાંક તો થાય જ છે.
ટૂંકમાં આ પરંપરાઓમાં કમ સીધી રેખમાં ગતિ કરી મૃત્યુ સાથે અટકી જાય છે. જ્યારે હિંદુ, જૈન અને બૌદ્ધ પરંપરામાં કર્માનુસાર ફરી જન્મ ધારણ કરવો પડે, • જ્યાં સુધી સંપૂર્ણ કર્મોને ક્ષય અને મુક્તિ ન થાય ત્યાં સુધી. એટલે કર્મોની ગતિ વર્તુળાકાર છે.
સંસારચક્ર શબ્દ પણ વર્તુળાત્મક ગતિનો સૂચક છે.
વૈદિક પરંપરા કર્મમાંથી કર્તાભાવ દૂર કરીને કર્મફળત્યાગની ભાવના કેળવીને નૈષ્કર્મ, સંન્યાસ અને ધ્યાનને પગલે મુક્તિ - બ્રહ્મનિર્વાણનો માર્ગ ચીંધે છે. જૈન પરંપરા કર્મની નિર્જરા દ્વારા નિર્વાણ - શિવાણંનો રસ્તો બતાવે છે. બૌદ્ધ પરંપરા તૃષ્ણા ત્યાગ અને કરુણાના અનુશીલનથી ધ્યાનમાર્ગે પુરુષાર્થ કરવાનું નિર્દેશ છે, જેથી બોધિસત્વ અનેક જન્મે નિર્વાણ પામી શકે. - સમણસુરમમાં કહ્યું છે. જ્યાં નથી દુ:ખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ, એનું નામ નિર્વાણ. (ડૉ. ગુણવંત શાહ) એક આગવી પરંપરા : - જરથુષ્ટ્ર પરંપરાના અનુયાયીઓ મૂળત: આર્યો જ છે. મરણોત્તર અનેક વિધિઓ વૈદિક સંસ્કૃતિ સાથે ઘણું સામ્ય ધરાવે છે. જમ પુનર્જન્મ
, ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org