________________
reasoning, is what distinguishes the Indian philosophy of Religion from philosophy as Western Nations know it. Immediate perception is the source from which springs all Indian thought.
વિવિધ દર્શનોમાં આત્માની સંકલ્પના અત્યારે દુનિયામાં જેટલાં ધમોં જીવિત છે, એ બધાયના આંતરિક
‘સ્વરૂપનું જો વર્ગીકરણ કરવામાં આવે, તો મુખ્યત્વે એમને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય. ૧. પહેલો વિભાગ કે જે વર્તમાન જન્મનો વિચાર કરે છે. ૨. બીજો એ કે જે વર્તમાન જન્મ ઉપરાંત જન્માંતરનો પણ વિચાર કરે છે. ૩. ત્રીજો એ વિભાગ કે જે જન્મ જન્માંતર ઉપરાંત એના નાશ કે ઉચ્છેદનો
પણ વિચાર કરે છે. અનાત્મવાદ : અત્યારની જેમ ઘણા પ્રાચીન સમયમાં પણ એવા વિચારકો હતા કે જેઓ વર્તમાન જીવનમાં પ્રાપ્ત થતાં સુખની પેલે પાર કોઈ સુખ છે, એવી કલ્પનાથી ન તો પ્રેરણા મેળવતા હતા, કે ન તો એનાં સાધનોની શોધમાં સમય વિતાવવો ઉચિત માનતાં હતાં. વર્તમાન જન્મના સુખ-ભોગ જ એમનું જીવન ધ્યેય હતું અને આ ધ્યેયને પાર પાડવા માટે બધાં સાધનોનો સંગ્રહ કરતાં હતાં. તેઓ માનતા કે આપણે જે કઈ છીએ તે આ જન્મ સુધી જ છીએ. મૃત્યુ બાદ આપણે ફરી જન્મ લઈ શકવાના નથી. બહુ બહુ તો આપણાં પુનર્જન્મનો અર્થ આપણી સંતતિ ચાલુ રહે એ જ છે. તેથી જે કાંઈ સારું કામ કરીશું, તેનું ફળ ભોગવવા માટે આપણે ફરી જન્મવાના નથી. આપણી કરણીનું ફળ આપણા સંતાન કે સમાજ ભોગવી શકે છે. એને ભલે પુનર્જન્મ નામ અપાય. આવો વિચાર કરનારા વર્ગને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ અનાત્મવાદી કે નાસ્તિક કહેવામાં આવેલ છે. એ જ વર્ગ ક્યારેક આગળ જતાં ચાર્વાક તરીકે ઓળખાવા લાગ્યો. આ વર્ગની દષ્ટિમાં સાધ્ય પુરુષાર્થ એક માત્ર કામ અર્થાત્ સુખભોગ જ છે. એના સાધન તરીકે એ વર્ગ નથી ધર્મની કલ્પના કરતો, કે નથી જાતજાતનાં વિધિવિધાનોનો વિચાર કરતો. તેથી જ આ વર્ગને કેવળ કામ અને અર્થ, એમ બે પુરુષાર્થને માનનાર કહી શકાય.
આસો સંવત ૧૯૫૧ ના પત્રમાં શ્રીમદ્ આવી ધારણાઓનો અનાયાસ જવાબ આપે છે: “ સર્વ જીવને અપ્રિય છતાં જે દુ:ખનો અનુભવ કરવો જમ પુનર્જન્મ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org