________________
કર્મ છે, મુક્તિ છે. સર્જનાત્મકતા વિષે લખતાં છેલ્લે કહે છે : creative self is universal self, the hope of all man who believe in their immortal destiny. બર્ગમાં પુનર્જન્મમાં માનતા. જ્યાં પોલ સાર્ગ: (૧૯૦૫ – ૧૯૮૦)
ફાન્સનો અસ્તિત્વવાદી ફિલસૂફ, નોબેલ વિજેતા (૧૯૬૪). ડાર્વિન, ફૉઈડ અને કાર્લ માર્કસ જેવો પ્રભાવ જગતચિંતન પર પાડનાર. એ કહેતો: માનવીને મુકત રહેવું પડે છે. એ પોતાના કર્મોથી પોતાનું વ્યક્તિત્વ સર્જતો રહે છે. પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક જેવી ધારણાઓનું સાસ્ત્રના ચિંતનમાં સ્થાન નથી. દયા દાખવી દુષ્કર્મો માફ કરવા ન્યાયાધીશ જેવા ઈશ્વરની કલ્પનાને પણ માત્ર નિરર્થક ગણાવે છે. પોતાના કર્તવ્ય માટે માણસ પોતેજ જવાબદાર છે. એનું નીતિશાસ્ત્ર કર્મવાદી છે. - સાત્રિના સરકાર વિરોધી વિચારોને કારણે ફાન્સના પ્રમુખ દગોલને તેના સાથીઓએ સાત્રને જેલમાં ધકેલવાની સલાહ આપી ત્યારે દગોલે કહ્યું: “સાત્ર એટલે ફ્રાન્સ. આખા ફેન્સને જેલમાં પૂરી ન શકાય. ફોન્સ પોતાનાં વત્તેરને કહી પકડતું નથી.” ચિંતકો પ્રત્યે કેટલો આદર ! ફન્સને સાહિત્યના અગિયાર નાબેલ પ્રાઈઝ મળ્યાં, એ માત્ર અકસ્માત નથી ! બટ્રાન્ડ રસેલ : (જન્મ : ૧૮૭૨)
૧૯૫૦ માં નોબેલ પ્રાઈઝ વિજેતા. Why am not a Christian ના લેખક Agnostic હતા. ન આસ્તિક, ન નાસ્તિક. તેઓ માનતા કે મૃત્યુ પછીનાં જીવનમાં કોઈ સબળ પોઝિટિવ પુરાવા નથી. Physical Entity Once over there is no Birth. શરીર સાથે જ બધું સમાપ્ત થઈ જાય છે. રસેલ શાંતિ માટે ઝઝૂમ્યાં. Conquest of happiness ના રચયિતા. ચાર્લ્સ બ્રેડલો : (૧૮૩૩ – ૧૮૯૧).
Humanity's gain from unbelief ના અંગ્રેજ લેખક. પરમ નાસ્તિક. પાર્લમેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા. તે સમયે ઈશ્વરના નામે સોગંદ લેવા પડતા. બ્રેડલોએ ઈન્કાર કરી દીધો. હું ઈશ્વરમાં માનતો નથી, તો એના નામે સોગંદ કેમ લઉં? શપથવિધિ ન થતાં બ્રેડલોએ સભ્યપદ ગુમાવ્યું. ત્યારબાદ ફરી ચૂંટાયાં, ત્યારે એ જ વિટંબણા આવી ઊભી રહી. છેવટે. solemnly affirm ગંભીરતા પૂર્વકના કે અંતરાત્માની સાક્ષીએ પદ સ્વીકારવાની વિધિ પ્રથમવાર થઈ. ત્યારથી આ વિધિ ભારતમાં પણ પ્રચલિત છે. બ્રેડલો હિંદીઓને ખૂબ ચાહતા. હિંદીઓમાં ખૂબ પ્રિય. ગાંધીજી વિલાયતમાં ભણતા હતા ત્યારે બ્રેડલોનો દેહાંત થયો. ગાંધીજીએ એમની અંતિમ ક્રિયામાં પણ હાજરી આપી હતી. બ્રેડલો નિષ્ઠાવંત હતા. બ્રેડલોને માનવીમાં અટલ શ્રદ્ધા હતી. જેને માનવીમાં શ્રદ્ધા હોય, તેને
જન્મ પુનર્જન્મ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org