Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 21
________________ નાસ્તિક કેમ કહી શકાય? આવા મહાનુભાવો સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરમાં ન પણ માનતા હોય તો પણ પરમતત્વમાં શ્રદ્ધા હશે જ, એમ માની શકાય. એનોનીમસે એક સ્થળે ઉદ્ગાર કાઢયા છે: I am an Atheist, Thank God! હુ ઈશ્વરનો પહાડ માનું છું કે હું નાસ્તિક છું! નાસ્તિક માણસને પણ પોતાની નાસ્તિકતામાં અટલ શ્રદ્ધા હોય છે. કવિ કોલેરિજે સરસ કહ્યું છે : “ઈશ્વરનો ઈન્કાર કરનાર નાસ્તિકને પ્રથમ તો ઈશ્વરની કલ્પના જ કેમ આવી હશે?' ‘પ્રારંભિક અવસ્થામાં ગાંધીજી ઈશ્વરને સૃષ્ટિકર્તા તરીકે માનતા. શ્રીમદ્ રાજચંદ્રના ગાઢ સંસર્ગ, પોતાના મંથન-ચિંતન પછી ‘ઈશ્વર એ સત્ય છે.” એવી માન્યતાથી ફંટાઈ ‘સત્ય એ જ ઈશ્વર છે.' એવા નિષ્કર્ષ પર આવ્યા. ગાંધીજી લખ્યું છે, ‘ઈશ્વરને હું વ્યક્તિ તરીકે જોતો નથી. મારા માટે સત્ય એ જ ઈશ્વર છે, ઈશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે, શુદ્ધ ચૈતન્ય અને સર્વવ્યાપક છે.” There is no other God than Truth (હરિજન બંધુ તા. ૨૪-૧-૩૭) ‘ઈશ્વર એ સત્ય છે,” થી “સત્ય એ જ ઈશ્વર છે” ની વચ્ચેના ગાળામાં ગાંધીજીનો પ્રચંડ પુરુષાર્થ પથરાયેલો છે. આ સંઘર્ષ, આયાસ સમજવા-માણવા જેવો છે. ગાંધીજી કહેતા : હું ઈશ્વરને સત્યરૂપે ભજું છું. ગાંધીજીએ આફ્રિકાથી શ્રીમદ્ રાજચંદ્રને જે ૨૭ પ્રશ્નો પૂછયા હતાં, તેમાં બીજે પ્રશ્ન: ઈશ્વર શું છે? એ જગતકર્તા છે? એ પૂછયો હતો, જેનો જવાબ શ્રીમદે તા. ૧૧ ઓક્ટોબર, ૧૮૯૪ના પત્રમાં વિગતવાર આપ્યો છે. વિવેકાનંદ કહેતા : Every Soul is Divine. The mission of Religion is the manifestation of Divinity in the Soul. Caastie al qual fida પછી એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સૃષ્ટિકર્તા કોઈ એક ઈશ્વર નથી. કાઉન્ટ ફોક બનડોટે ઈશ્વર વિષે કહ્યું છે : જેમને શ્રદ્ધા છે, એમને માટે સ્પષ્ટતાની જરૂર નથી. જેમને શ્રદ્ધા નથી, એમને માટે કોઈ સ્પષ્ટતા શક્ય નથી. ગાંધીજી કહેતા : Faith demands no proof. કુન્દનિકા કાપડિયાએ એક મુલાકાતમાં કહ્યું : મારા જીવનમાં એમના (મકરન્દ દવે) આવ્યા પહેલાં ઈશ્વરનો પ્રવેશ નહોતો. કૃષ્ણમૂર્તિ કે બુદ્ધની વાતોમાં ક્યાંય ઈશ્વરની વાત આવે નહિં.. એટલે એમના થકી ઈશ્વરે મારા જીવનમાં પ્રવેશ કર્યો, એ બહુ મોટી વાત છે. God and the Soul are regarded by the Hindu mind not as concepts; speculative and problematical as is the case in Western Philosophy, but as things directly known, can be experienced not merely by a chosen few, but under right condition, by all humanity. This insistence upon immediate perception rather than abstract જમ્ પુનર્જન્મ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170