________________
વિચારધારા વિકસી હતી. આ સ્ટોઈક વિચારધારાનાં પ્રવર્તક ZENO- ઝેન (ઈ. પૂ. ૩૧૫) નું કહેવું હતું કે જીવનમાં સૌથી પરમ શ્રેય સગુણ છે' વૃત્તિઓ તેમ જ લાગણીઓ, સંવેદનો પર સંયમ કેળવવો, સુખ અને દુઃખ એ બેઉ પ્રત્યે નિર્લેપ રહેવું. તેમજ જે કઈ દુ:ખ આવી પડે, તેને ધીરજપૂર્વક વેઠવું વગેરે એનાં મુખ્ય સૂત્રો હતા. આ વિચારધારામાં ZENO પછી થયેલાં ચિંતકોમાં માર્કસ ઓરેલિયસનું નામ મહત્વનું છે.
અગિયાર વર્ષની ઉમ્મરે માર્કસ ફિલસૂફ બનવાનો નિર્ણય કર્યો. લઘર-વઘર કપડાં પહેરતો. સાદું ભોજન લેતો. અને ચટાઈ પર સૂતો. અઢાર વર્ષની ઉમ્મરે સમ્રાટ કાકાએ એને દત્તક લીધો. રોમન સામ્રાજ્યનો વારસ બન્યો. કાકાના અવસાન પછી રોમન સમ્રાટ બન્યો. એક રીતે કહીએ તો Philosopher King ની પ્લેટોની કલ્પના માર્કસ ઓરેલિયસમાં ચરિતાર્થ થઈ. એ કહેતો માણસે સંપૂર્ણ નિર્લેપતા અને ઉપેક્ષાભાવથી જીવવું જોઈએ. ઈશ્વરને કયાં કોઈની પડી છે! ચાલો આપણે ઈશ્વરની જેમ જીવીએ.'
લોકો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર અને પોતાની નિયતિ પ્રત્યે ઉદાસીનતા એના સૌથી મોટા સદ્ગણ હતા. મૃત્યુ સામે જ ઊભું હોય તો પણ નિર્ભયતા માર્કસના ચિંતનની મુખ્ય વાત છે. એ કહેતો, “આહાર વિહાર અને નિદ્રાની : જેમ મૃત્યુ પણ તદ્દન સ્વાભાવિક બાબત છે. શરીરના જુદા જુદા દ્રવ્યો અને ઘટકોનું વિઘટન માત્ર છે. મૃત્યુ એ પ્રાકૃતિક ઘટના છે. અને જે કઈં પ્રાકૃતિક હોય, એ અનિષ્ટ ન હોઈ શકે. પોતાની જાતને જીતવા માટે આ પરમ સત્ય છે; કારણ કે જ્યાં કશું અનિષ્ટ નથી, ત્યાં કશો ભય પણ રહેતો નથી.
સ્ટોઈક વિચારધારામાં મૃત્યુ પછીના જીવન વિષે કશીજ વિચારણા કરવામાં આવી નથી. અને કદાચ આથી જ તેઓ સ્થિતપ્રજ્ઞ જેવા રહી શકતા હોય! કારણ કે જો સમસ્યા જેવું કશું ન હોય, તો મૃત્યુની સાથે જ તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે. ખ્રિસ્તી માન્યતા જેવું Day of Judgment નું પણ સ્ટોઈક વિચારધારામાં કશું સ્થાન નથી.
સમ્રાટ, સૈનિક અને ફિલસૂફ-ચિંતક, વિરોધાભાસી લાગે એવા માર્કસ જીવનભર સ્થિતપ્રજ્ઞતા અને સંતોષીપણાનો ઉપદેશ આપ્યો. દિવસે રણભૂમિમાં જૂરતા અને ભયાનક હિંસા વચ્ચે જીવતો, જ્યારે રાત્રે પોતાના અભ્યાસખંડમાં એક વિદ્વાન ચિંતક અને લાગણીશીલ કવિની જેમ ચિંતન કરતો, કે આ જગતને કેમ વધુ સુખી અને સુંદર બનાવવું!
રોમમાં માર્કસ ઓરેલિયસનું ભવ્ય બાવલું અને સ્મારક છે. એનો મુખ્ય ગ્રંથ Meditations છે. જેમાં છૂટીછવાઈ ચિંતન કણિકાઓને સંગ્રહ છે. આ જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org