Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 14
________________ સિકંદરની વિજયપરંપરાએ સિંકદરનો અહંકાર વધારી મૂક્યો. તે પોતાને ઈશ્વર માનવા લાગ્યો. એરિસ્ટોટલના એક ભત્રીજાએ સિકંદરનો વિરોધ કર્યો. એને મૃત્યુદંડ અપાયો ત્યારે એરિસ્ટોટલે એનો વિરોધ કર્યો હતો. બંને વચ્ચે સંબંધ બગડયાં. સિકંદર સાથેના ગાઢ સંબંધોને લીધે એથેન્સવાસીઓ એરિસ્ટોટલના શત્રુથઈ ગયા. ઈ. સ. પૂર્વે ૩૨૩માં સિકંદર અચાનક મૃત્યુ પામ્યો. એથેન્સવાસીઓ હરખાયાં. મેસેડોનિયાના શાસનને ફગાવી આઝાદીની ઘોષણા કરી. એરિસ્ટોટલ સામે તહોમતનામું મુક્યું કે એ પ્રાર્થના અને યજ્ઞનું કાંઈ જ મહત્વ નથી, એમ '', શીખવતો હતો. સોક્રેટિસ સામે હતી, તેના કરતાં પણ એરિસ્ટોટલ સામેની એથેન્સવાસીઓની લાગણી અનેકગણી ઉગ્ર બની. એરિસ્ટોટલ એથેન્સમાંથી નાસી છૂટયો. એણે કહ્યું કે : સોક્રેટિસને મારીને એથેન્સે મહાપાપ કર્યુ હતું. હવે પોતાને મારી નાખવાની તક આપીને એવું બીજું મહાપાપ આચરવાની હું એથેન્સને તક આપવા માગતો નથી. એથેન્સના કાયદા પ્રમાણે આરોપીને સ્વૈચ્છિક દેશવટો લેવાનો અધિકાર હતો, જેનો એરિસ્ટોટલે ઉપયોગ કર્યો. પણ મૃત્યુ એનો પીછો છોડે તેમ ન હતું. એ ભયંકર માંદગીમાં સપડાયો. ચોમેર ઘેરી વળેલી હતાશામાંથી છટકવા વિષપાનને આશ્રય લીધો અને બાસઠ વર્ષની ઉમરે ઈ. પૂ. ૩૨૨ માં મૃત્યુ પામ્યો. આમ એક જ વર્ષમાં વિખ્યાત વક્તા ડેમોસ્પેનીસ અને એરિસ્ટોટલ મૃત્યુ પામ્યા અને એ સમયે ગ્રીસનો ઉજ્જવળ યુગ અસ્ત પામ્યો. કોઈ પણ એક ચિંતકે ક્યારે પણ આટલાં બધાં ક્ષેત્રોનું આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરીને જગતમાં આટલો મોટો જ્ઞાનપ્રકાશ પ્રગટાવ્યો નથી. યુરોપ અને પશ્ચિમની વિચારણા પર સદીઓ સુધી એરિસ્ટોટલનો જબરદસ્ત અને વ્યાપક પ્રભાવ રહ્યો. એપિક્યુરસ : (ઈ. સ. પૂર્વ ૩૪૨ થી ૨૭૦) SAMOS નામના ટાપુમાં જન્મેલો એપિક્યુરસ સાદો અને નિસ્પૃહ હતો. એની ફિલસૂકી માટે ગ્રીક શબ્દ ATARAXIA પ્રયોજતો, જેનો અર્થ થાય છે : ‘સ્વસ્થ મનની નિર્લપ સ્થિતપ્રજ્ઞ જેવી પ્રશાંત અવસ્થા” ત્રણ હજાર જેટલાં ગ્રંથો લખ્યાં. ૨૫૦ વર્ષ પછી થયેલ તેના અનુયાયી LUCRETIAS ના મહાકાવ્ય ‘On the nature of Things' માંથી એપિપુરસના તત્ત્વચિંતન વિષે જાણવા મળે છે. સાહિત્યના ઈતિહાસમાં આ એક આગવું લાક્ષણિક મહાકાવ્ય છે, આ ગ્રંથ નાસ્તિકોના બાઈબલ તરીકે પણ ઓળખાય છે. એપિક્યુરસે પણ આચારાંગનો પ્રથમ પ્રશ્ન ઉઠાવ્યો હું કોણ છું?' અને હું જે કંઈ છું, તે શા માટે છે? એવો પ્રશ્ન મનુષ્ય ગંભીરપણે કરવો જોઈએ; આનો ઉત્તર આપતાં એપિક્યુરસ જણાવે છે કે, ઈશ્વરનો ભય અને મૃત્યુનો જન્મ પુનર્જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 170