________________
અર્થ: આવા સાધુસેવક સંવિજ્ઞપાક્ષિક “અવસગ્ન કહેવાય છે. (૧) આવો
સાધુ પણ દંભત્યાગ કરીને રહે.(૨) આચારમાં શૈથિલ્ય છતાં જિનવચનની શુદ્ધ પ્રરૂપણા કરતા કદી ય પાછો ન હટે. (૩) અને ગુણરાગી હોય તો તેની થોડી પણ યતના કર્મનિર્જરાને કરાવનારી
બની રહે છે. (२३) व्रतभारासहत्वं ये विदन्तोऽप्यात्मनः स्फुटम् ।
दम्भाधतित्वमाख्यान्ति तेषां नामापि पाप्मने ।।१५।। અર્થ: પરન્તુ “વ્રતનો મેરૂભાર સહવાને પોતાનો આત્મા તદ્દન અસમર્થ છે
એવું સારી રીતે જાણવા છતાં પણ જે વેષધારીઓ વિશ્વના ભાવુક આત્માઓ સાથે પ્રપંચના ખેલ ખેલી પોતાની જાતને “સુવિહિત યતિ'
તરીકે બિરદાવે છે તેમનું તો નામ લેવું એ ય પાપ છે. (૨૪) ગુર્ત રે યતનાં સચવ શ્રાવિતામણિ |
तैरहो यतिनाम्नैव दाम्भिकैर्वञ्च्यते जगत् ।।१६।। અર્થ : તે તે કાળને ઉચિત એવી યતનાયુક્ત આવશ્યક ક્રિયાને પણ જેઓ
કરતા નથી તે ધૂર્તોએ તો “યતિ'ના નામથી જ આખા વિશ્વને ઠગ્યું! (२५) धर्मीति ख्यातिलोभेन प्रच्छादितनिजाश्रवः ।
तृणाय मन्यते विधं हीनोऽपि धृतकैतवः ।।१७।। અર્થ: રે ! કપટી દુનિયાની આ કેવી દુર્દશા ! લોકોમાં પોતાને ધર્મી
કહેવડાવવાની મહત્ત્વાકાંક્ષાથી પોતાના પાપોના મેલને ઢાંકી રાખે છે! અને એ દંભી પોતે જ તણખલાં જેવા દીન, હીન હોવા છતાં
આખા વિશ્વને તણખલા જેવું માને છે !!! (ર૬) રાસ્નોત્તતો ”ી પરેષાં વાપરવાતિઃ |
बध्नाति कठिनं कर्म बाधकं योगजन्मनः ।।१८।। અર્થ: દંભી આત્મા આત્મશ્લાઘા અને પરનિન્દા કરી કરીને કાળા કર્મ બાંધે
છે, જે કર્મ મુક્તિની યોગસાધનાના પરિપૂર્ણ જીવનની પ્રાપ્તિને
અટકાવી રાખનાર બને છે. (२७) आत्मार्थिना ततस्त्याज्यो दम्भोऽनर्थनिबन्धनम् ।
शुद्धिः स्यादृजुभूतस्येत्यागमे प्रतिपादितम् ।।१९।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧