________________
(१३) केशलोचधराशय्या-भिक्षाब्रह्मव्रतादिकम् ।
दम्भेन दूष्यते सर्व त्रासेनेव महामणिः ।।५।। અર્થ: હાય ! આ દંભથી તો બધું ય ખરડાઈ જાય ! કેશલોચ, ધરતીએ
સંથારો, ભિક્ષા અને બ્રહ્મચર્યાદિ વ્રતો ! બધું ય નકામું થઈ જાય ! ભલેને મહામૂલો મણિ હોય પણ એને ય છાંટ (મણિનો દોષ) લાગી
જાય પછી એના મૂલ શા રહે? (१४) सुत्यजं रसलाम्पट्यं सुत्यजं देहभूषणम् ।
सुत्यजा: कामभोगाद्या दुस्त्यजं दम्भसेवनम् ।।६।। અર્થ : હજી બહુ સહેલો છે રસની લોલુપતાનો ત્યાગ. રે ! સરળ છે દેહની
વિભૂષાનો બહિષ્કાર ! અને સુશક્ય છે કામભોગોનો ઈન્કાર ! પણ... લોઢાના ચણા ચાવવાથી ય વધુ મુશ્કેલ છે દાંભિકતાનો
ધિક્કાર! (૧૧) વોષનિનો તોપૂના ચક્ નોરવું તથા !
इयतैव कदर्थ्यन्ते दम्भेन बत बालिशाः ।।७।। અર્થ: અરે ! આ મૂર્ખાઓની જમાત તો જુઓ ! એ લોકો દંભનો આંચળો
ઓઢે એટલે એમના દોષો ઢંકાઈ જાય. લોકો થોડો પૂજા-સત્કાર કરે અને આ રીતે દુનિયામાં થોડું માનપાનનું ગૌરવ પણ મળી જાય !
બસ, આટલી જ એમની સિદ્ધિ ! (૧૬) વસતીનાં યથા શીનમશીનચૈવ વૃદ્ધ /
दम्भेनाव्रतवृद्ध्यर्थं व्रतं वेषभृतां तथा ।।८।। અર્થ : અસતીના શીલ (પરને આકર્ષવા માટેના) અશીલની જ વૃદ્ધિ કરે છે
ને? તેમ વેષધારીઓના વ્રત પણ દંભ દ્વારા પાપની જ વૃદ્ધિ કરે છે. (१७) जानाना अपि दम्भस्य स्फुरितं बालिशा जनाः ।
तत्रैव धृतविधासा: प्रस्खलन्ति पदे पदे ।।९।। અર્થ: રે ! કેવા નાદાન લોકો ! પ્રપંચી જીવનના આગામી કટુ વિપાકોના
ભડકાઓને જાણવા છતાં તેવા જ જીવનમાં પોતાના સુખની દઢ કલ્પના કરતા ડગલે ને પગલે ઠોકરો ખાતા રહે છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧