Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ ભવની નિસારતાને જાણતો હોય, અને તેથી (૨) વ્રતોના પાલનમાં ધીર બને તેવો હોય તે આત્માને વ્રતનું દાન થઈ શકે. (૧) શુદ્ધ નાનુરાગ રાઠાનાં જા તુ શુદ્ધતા ! गुणवत्परतन्त्राणां सा न क्वापि विहन्यते ।।२१।। અર્થ: જે ગુરૂ (૧) શુદ્ધમાર્ગના-જિનાજ્ઞાના-ક્ટર અનુરાગી અને આરાધક છે, (૨) જેઓ દંભમુક્ત છે, (૩) અને જેઓ પોતાના ગુણિયલ ગુરૂને પરતત્ર છે એવા ગુરૂમાં જે શુદ્ધતા છે એ ગમે તેવા પ્રસંગમાં પણ હણાતી નથી. એવા ગુરુમાં મૃષાવાદાદિ દોષરૂપ અશુદ્ધિ સંભવતી નથી. (૧૦) ગુર્વાલાપરવચ્ચે વ્યવક્ષા રાખે वीर्योल्लासक्रमात्प्राप्ता बहवः परमं पदम्।। २७।। અર્થ : જેમનામાં માત્ર ગુરૂપારતન્યનો સદાશય હતો એ સદાશયપૂર્વક જેમણે અગણિત અશુદ્ધિવાળી દ્રવ્યદીક્ષા લીધી હતી, છતાં પેલા સદાશયને લીધે અપૂર્વ વર્ષોલ્લાસ ક્યારેક જાગી ગયો અને અનન્ત આત્માઓ શુદ્ધ ક્રિયાને પામીને મુક્તિના મંગળધામે પહોંચી ગયા. I અધિકાર-૩જો (११) दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ।। ३।। અર્થ : રે ! દંભપૂર્વક વ્રતો લઈને પરમ પદની પ્રાપ્તિની અભિલાષા! ના, ના, દંભીને વળી પરમ પદ કેવું? લોઢાની નાવમાં ચડીને સમુદ્રને પેલે પાર જવાની ઈચ્છા ! કેવી વાહિયાત વાત ! (१२) किं व्रतेन तपोभिर्वा दम्भश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ।। ४।। અર્થ : રે ! સર્યું એ વ્રતોથી અને તપ-જપથી, જો જીવનમાંથી દંભનો પગદંડો ઉખેડી નાંખ્યો ન હોય ! શી જરૂર છે ઓલા દર્પણની કે મોટા દીવડાની, જો આંખે જ અંધાપો હોય તો ! જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 194