________________
શ્રી અધ્યાત્મસાર
અધિકાર-૧લો
પ્રબંધ-૧લો
(9)
जगदानन्दनः स्वामी, जयति ज्ञातनन्दनः उपजीवन्ति यद्वाचमद्यापि विबुधाः सुधाम् ॥५॥ અર્થ : સમગ્ર જગતને આનંદ આપવાનું સામર્થ્ય ધરાવતાં ભગવાન જ્ઞાતનન્દન-મહાવીર પરમાત્મા સર્વોત્કૃષ્ટતાને પામે છે, જેમની સુધાસમી વાણીને ડાહ્યા પુરુષો આજે ય સેવી રહ્યા છે.
(२) कान्ताधरसुधास्वादाधूनां यज्जायते सुखम् ।
बिन्दु: पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ।। ९ ।। અર્થ : રંગીલા યુવાનોને લલનાના ઓચુંબનમાં જે સુખદ સંવેદન થાય છે તે તો અધ્યાત્મશાસ્ત્રોના આસ્વાદની મસ્તીના સાગર પાસે બિન્દુ માત્ર ગણાય. સાવ વામણું ગણાય.
निर्दयः कामचण्डालः पण्डितानपि पीडयेत् ।
यदि नाध्यात्मशास्त्रार्थबोधयोधकृपा भवेत् ।। १५ ।।
(3)
અર્થ : અરે ! જો આ અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા ન ઉતરે તો ચતુર્દશ વિદ્યાના પારગામી ધુરંધર પંડિતને ય પેલો ક્રૂર કામચંડાલ ‘ત્રાહિમામ્' પોકરાવી દે હોં ! भुजास्फालनहस्तास्यविकाराभिनयाः परे ।
(૪)
अध्यात्मशास्त्रविज्ञास्तु वदन्त्यविकृतेक्षणाः ।। १९ ।।
અર્થ : જેમણે અધ્યાત્મશાસ્ત્ર જાણ્યું નથી એ વક્તાઓ જ્યારે ભાષણો કરે છે ત્યારે બાહુઓનું આસ્ફાલન કરે છે, હાથના અનેક ચાળાં કરે છે, મોં મલકાવે છે કે ખડખડાટ હસવાનો અભિનય કરે છે.
જ્યારે અધ્યનૃત્મશાસ્ત્રને પીને પચાવી ગયેલા મહાત્મા તો એવો કોઈ ચાળો કરતા નથી. રે ! આંખની કીકીને ચલવિચલ થવા દેતા નથી ! એમની વાણી એટલે જાણે ગંગોત્રીના નિર્મળ શીતલ નીરના ખળખળ વહી જતા પ્રવાહ જ જોઈ લો !
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷M÷÷124443++++9÷÷÷÷÷÷÷÷÷÷÷÷!?***÷÷÷÷÷÷÷÷644$44$$$4÷÷÷÷÷÷÷÷÷IT
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
૧