________________
ભવની નિસારતાને જાણતો હોય, અને તેથી (૨) વ્રતોના પાલનમાં
ધીર બને તેવો હોય તે આત્માને વ્રતનું દાન થઈ શકે. (૧) શુદ્ધ નાનુરાગ રાઠાનાં જા તુ શુદ્ધતા !
गुणवत्परतन्त्राणां सा न क्वापि विहन्यते ।।२१।। અર્થ: જે ગુરૂ (૧) શુદ્ધમાર્ગના-જિનાજ્ઞાના-ક્ટર અનુરાગી અને આરાધક
છે, (૨) જેઓ દંભમુક્ત છે, (૩) અને જેઓ પોતાના ગુણિયલ ગુરૂને પરતત્ર છે એવા ગુરૂમાં જે શુદ્ધતા છે એ ગમે તેવા પ્રસંગમાં પણ હણાતી નથી.
એવા ગુરુમાં મૃષાવાદાદિ દોષરૂપ અશુદ્ધિ સંભવતી નથી. (૧૦) ગુર્વાલાપરવચ્ચે વ્યવક્ષા રાખે
वीर्योल्लासक्रमात्प्राप्ता बहवः परमं पदम्।। २७।। અર્થ : જેમનામાં માત્ર ગુરૂપારતન્યનો સદાશય હતો એ સદાશયપૂર્વક
જેમણે અગણિત અશુદ્ધિવાળી દ્રવ્યદીક્ષા લીધી હતી, છતાં પેલા સદાશયને લીધે અપૂર્વ વર્ષોલ્લાસ ક્યારેક જાગી ગયો અને અનન્ત આત્માઓ શુદ્ધ ક્રિયાને પામીને મુક્તિના મંગળધામે પહોંચી ગયા.
I અધિકાર-૩જો (११) दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् ।
लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ।। ३।। અર્થ : રે ! દંભપૂર્વક વ્રતો લઈને પરમ પદની પ્રાપ્તિની અભિલાષા! ના,
ના, દંભીને વળી પરમ પદ કેવું? લોઢાની નાવમાં ચડીને સમુદ્રને
પેલે પાર જવાની ઈચ્છા ! કેવી વાહિયાત વાત ! (१२) किं व्रतेन तपोभिर्वा दम्भश्चेन्न निराकृतः ।
किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ।। ४।। અર્થ : રે ! સર્યું એ વ્રતોથી અને તપ-જપથી, જો જીવનમાંથી દંભનો
પગદંડો ઉખેડી નાંખ્યો ન હોય ! શી જરૂર છે ઓલા દર્પણની કે મોટા દીવડાની, જો આંખે જ અંધાપો હોય તો !
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)