Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
आज्ञाराद्वा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
0 45
જૈન શાસન
(અઠવાડીક)
વર્ષ: ૧૬ )
* સંવત ૨૦૬૦ પોષ સુદ - ૧૪
****AR
પ્રવચન
પાંસઠમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથી ચાલુ... (શ્રી જિન જ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાં પણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના -અવ.)
पेयमायऽवच्च भज्जा सयणधणा सबलतित्थिमंतिनिवा ।
नायर पमाया परमत्थभयाणि जीवाणं ॥ સાધુ થવાની તાકાત છતાં ય નથી થતા તે સમકિત નો વાંધો છે સાધું થવાનું ખૂબ ગમે છે પણ અવિરતિ નરદાર હોય તો ન પણ થાય. અવિરતિ સાથે કષાયો પ. જેરમાં હોય તો મોહ છૂટે પણ નહિ. તેને જ લાગે કે, લોભ અનંતાનુંબંધીનો તો નહિ હોય ને ? મારામાં રમકિતી હશે કે કેમ તેમ તેને લાગે. જાણવા છતાંય આના પર બહુ રાગ થાય છે તો મારો પાપોદય જોરદાર છે. આવો ને આવો રાગ બની રહેશે તો મરીને કયાં જઇ ? તે ચિંતા જ કરે. તમને આવી ચિંતા થાય છે ? સમકિતી પણ સહેલું નથી. આ બધા સાધુ કેમ થતા નથી તેમ પૂછે તો સાધુ થવું નથી તેમ કહું કે સાધુ થવાની ઇચછા છતાં થઇ શકતા નથી કેમકે ચારિત્ર મોહનીય : મેં તેની બધી તાકાત હણી નાંખે છે તેમ કહું ?
તંત્રીઓઃ
ભરત સુદર્શનભાઇ મહેતા (રાજકોટ) પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમન્તકુમાર મનસુખલાલ શાહ રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
* મંગળવાર, તા. ૬-૧-૨૦૦૪
૧૫૩
(અંક ૯
******
સં૨૦૪૩, આસોવદિ-દ્વિ.-૫,સોમવાર,તા.૧૨-૧૦-૧૯૮ શ્રી ચંદનબાલા જૈન ઉપાશ્રય, મુંબઇ ૪૦૦ ].
પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
માંદાને માંદગી તાકાત હણે તેમ સાજાને ચારિત્ર મોહનીય તાકાત હણે, સાધુ ન થવા દે.
તેથી જ શ્રી ભરતજીની વીંટી નીકળી પડી. ભાવનામાં ચઢયા અને ત્યાંને ત્યાં કેળવજ્ઞાન પામ્યા. આ કયારે બને ? મોક્ષનું અર્થીપણું અને સંસાર અનર્થીપણું જોરદાર હોય તો જ તમારું મોક્ષનું અર્થોપા કેવું છે ? તમે સુખના અર્થી છો કે સંયમના અર્થી છો સંયમી શારીરિક સુખને ઇચ્છે નહિ. શારીરિક સુખને ઇચ્છે તો ધર્મ થઇ શકે જ નહિ. જો જીવ સમજું બની જાય તો સંસારનું કશું ગમે નહિ. સંસાર ખરાબ લાગે પછી જ ગ્રન્થિ ઓળખાય અને ભેદવાનું મન થાય અને જ્ઞાનની કહ્યા મુજબ ઉદ્યમ કરે તો ગ્રન્થિ ભેદાય. સંસારમાં ઘણી વિટંબણા છે, છતાં ય છોડવાનું મન કેમ થતું નથી ? એવી ય રાગીમા હોય છે કે, છોકરો ના આવે તો બેચેન થાય અને છોકરો આવે તો માર્યા વિન રહે નહિ ત્યારે ય થાય કે આના પર રાગ કેમ થાય છે ? મારવા છતાંય રાગ કેમ જતો નથી ?
આપણે સમકિત પામવું હશે તો ઘણી મહેનત કરવી પડે. તે માટે અપૂર્વકરણ પામવું પડે, યથાપ્રવૃત્તિકરણ જોરદાર બનાવવું પડે, સંસારની