Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા. ૧૩-૪-૨૦૦૪
ખૂલાસા પુરા કરો તો સારું. શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ ૧૬ અંકઃ ૨૧
(ખૂલાસા પુણ કરે તો સારૂ) 'પ્રત્યાખ્યાન અને તેના પ્રકારો
કરૂણ પ્રધાન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં, ભવભ્રમણ કરાવનારી હરેકેહરેક પાપ-પ્રવૃત્તિઓને રોકવા માટે જીવનને નિયંત્રિત કરવા માટે પ્રત્યાખ્યાન- પચ્ચકખાણનું વિધાન કરવામાં આવ્યું છે. પ્રત્યાખ્યાન એટલે પાપપ્રવૃત્તિ બોની પ્રતિકુલ- વિરૂદ્ધનું કથન, નાનામાં નાના પ્રત્યાખ્યાનથી માંડીને મોટામાં મોટું પ્રત્યાખ્યાન કરવામાં જ બેય સમાયેલ છે. અથતિ જે જીવનમાં પાપપ્રવૃત્તિઓનું રોકાણ તે જ જીવન પ્રત્યાખ્યાની આત્માનું. ઉપકારી પરમર્ષિઓએ, આ પાપનિવૃત્તિરૂપ- પ્રત્યાખ્યાનના પ્રકારોનું ઘણાં જ વિસ્તારપૂર્વકની પ્રતિપાદન કરેલ છે. .
તેમાં દ્રવ્ય અને ભાવ એ બે એના મુખ્ય પ્રકારો છે. (૧) “કાવ્ય” શબ્દનો ઉપયોગ (૧) ભાવના કારાગમાં અને (૨) અપ્રધાન ભાવમાં થાય છે.
“શી જિનેશ્વરદેવે કહેલ છે' - આ પ્રકારની સર્ભકિતથી જે ગ્રહણ કરાય તે ભાવપ્રત્યાખ્યાનના કારાગરૂપ વ્યપ્રત્યાખ્યાન છે, અને આ દ્રવ્ય પ્રત્યાખ્યાન ઉપાદેય- આચરણીય કોટિનું છે; તથા
સપૂર્ણ પાપ નિવૃત્તિરૂપ - મુક્તિપદની પ્રાપ્તિ- તેને છોડીને ઈહલૌકિક- લબ્ધિ- કીર્તિ આદિ મેળવવાની ઈચ્છાથી અને પારલૌકિક - સ્વર્ગસુખની પ્રાપ્તિ આદિની ઈચ્છાથી, તેમજ અવિધિ આદિથી જે પ્રત્યાખ્યાન કરવું તે પા' દ્રવ્ય પ્રત્યાખ્યાને કહેવાય, પરન્તુ તે હેય કોટિનું છે.
(૨) આ લોકસંબંધી અને પરલોકસંબંધી પૌદ્ગલિક ફળની ઈચ્છાથી રહિત અને શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલ પાપનિવૃત્તિ રૂપ પ્રત્યાખ્યાન, તે ભાવપ્રત્યાખ્યાન છે અને તે સમ્યક ચારિત્રરૂપ હોવાથી અવશ્ય મુકિત સુખની પ્રાપ્તિમાં ક રણ છે.
પ્રત્યાખ્યાનના આ પ્રકારો હરેકે દરેક કલ્યાણકામી આત્માઓએ અવશ્ય વિચારણીય છે, અને એ વિચારીને જીવનની પ્રવૃત્તિઓને રોકવા માટે ભાવપ્રત્યાખ્યાન આચરવું જરૂરી છે. પ્રત્યાખ્યાન એ એક અંકુશ છે જેમ અંકુર ઉન્મત્ત એવા હાથીને નિયંત્રિત કરે છે તેમ પ્રત્યાખ્યાનરૂપ અંકુશ પણ પાપપ્રવૃત્તિઓથી ઉન્મત બનેલ આત્માને નિયંત્રિત કરે છે.
શ્રી જિનેશ્વરદેવના અનુયાયી પ્રત્યેક જૈનનું જીવન પ્રત્યાખ્યાનરૂપ અનુપમ અંકુશથી સદાયને માટે નિયંત્રિત હોવું જોઈએ. જયાં સુધી પ્રત્યાખ્યાનરૂપ અંકુશથી જીવન નિયંત્રિત ન થાય ત્યાં સુધી આરંભાદિક પાપ પ્રવૃત્તિઓથી ઉન્મત્ત બનેલ આત્મા અંકુશવિહોણા મદોન્મત્ત હાથીની જેમ સંસારરૂપ ભીષણ અટવીમાં રખડી મરે છે.
માટે જ, ભવભીર આત્માઓએ ભાવપ્રત્યાખ્યાનરૂપી અંકુશથી પોતાના જીવનને અવશ્ય નિયંત્રિત કરવું જોઈએ.
(જૈન પ્રવચન વર્ષ - ૧, અંક ૪૩) વાહી સંપાદકશ્રીજી તમને અભિનંદન I ! આપશ્રી બંનેને ધન્યવાદ. ધન્યવાદ જેટલો અને
આપીએ એટલો ઓછો છે, શાબાશી આપીએ એટલી વાહ! નૂતન ગચ્છાધિપતીજી તેમને અભિવન્દન!! | ઓછી છે. (ભાઈ! વાણીયાની નહિં) તમે પૂછશો ( 0BOOUGooooooooooooooooooo ૨૯૯ DOWoooooooooooooooooooooooo
OhoOOOOOOOOOOOO GOODB0000000000000000000000000000000000000000000000000000009છે
000000000000000000000000000000000000000000000000000000000000000000000000000