Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
O O O O O O O Œ00000000000000000000000 OO
ખોટા આક્ષેપ છાપનારે...
* વર્ષ: ૧૬૨ અંકઃ ૨૧ * તા ૧૩-૪-૨૦૦૪
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વિજયરાજશેખર સૂરીશ્વરજી મ. ને, પૂ. મુ. શ્રી પુણ્ય કીર્તિ વિજયજી મ. ને મોકલી હતી.
જોઇએ. આ અંગે ઘણા સમજાવાય છે. છતાં પૂ. આ. શ્રી જિનેન્દ્ર સૂ. મ. તથા જૈન શાસન ઉપર નકલમાં ફેરફાર કર્યાનો આક્ષેપ મુકાય તે બરાબર નથી
|
પૂ. પુણ્યકીર્તિ વિજયજી મ.એ પૂ. જિનેન્દ્ર સૂ. મ.એ મોકલેલ નકલમાં ફેરફાર છે અસલ નકલ આ છે તે રીતે નોધ કરી મે સ્વપક્ષના મુનિરાજોને મોકલેલ હતી. અને અસલ નકલ આ છે તથા પૂ. જિનેન્દ્ર પૂ. મ.ની નકલમાં ફેરફાર થયેલ છે તેમ આક્ષેપ કર્યો હતો.
તેમજ મૂળનકલ જાહેરમાં મુકવા કે બતાવવા જણાવેલ પણ જાહેરમાં મુકી નથી કે કોઈને બતાવી
નથી.
|
ધર્મદૂતમાં પૂ. ગચ્છાધિપતિશ્રી મહોદય સૂ. મ. સા. નો પત્ર વ્યવહાર બોગસ છે તેમ લખ્યું. ઘણો પત્ર વ્યવહાર છતાં ન માન્યા અને કાયદાને આધારે સ્વીકારી દિલગીરી વ્યકત કરી છે તેમ પૂ. મેં ભૂ. સુ. મ. સા. ને ત્યાં પુ. મુ. શ્રી પુણ્ય કીર્તિજિયજી મ. આ તેમની લખેલી વાત ન માને અને સત્યને અસત્ય અને અસત્યને સત્ય કરવા પ્રયાસ ચાલુ રાખશે તો અમારે કાયદાનો આશરો લેવો પડે તે માટે પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સૂ. મ. સા. ને તથા પૂ. રુ. શ્રી પુણ્યકીર્તી વિજયજી મ. ને આ તક જણાવીએ છીએ. તેની નોંધ તેઓ લે તેવી વિનંતી છે.
|
તે એ અંગે મૂળ નકલ બતાવવામાં આવે તો તેમાં ગુરુદ્રવ્ય સંપૂર્ણ દેવદ્રવયમાં જાય તેવું લખેલ છે. તે પૂ. હેમભૂષણ સૂ. મ. સા. તથા પૂ. કીર્તીયશ સૂ. મ. એ સ્વીકારીને સંપૂર્ણ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં લઇ જવાનો સ્વીકાર કરીને આ શાસ્ત્રીય વાતનો સ્વીકાર કરવો
રેત
મહલ
ટ્રેનમાં મુસાફરી કરતો ભગો વારંવાર તેના નાના દીકરાને મારી રહ્યો હતો. લાંબા વખ્ત સુધી આ દૃશ્ય જોતી સામે બેઠેલી એક દયાળુ મહિલાથી હવે ન રહેવાયું. તે બોલી ઉઠી : મહેરબાન હવે મારવાનું રહેવા દો ! મારાથી નથી જોવાતું. છતાં જો મારવાનું ચાલુ જ રાખશો તો હું એવી મજા ચખાડીશ કે જીવનભર ભૂલશો નહિં.
ભગાજીએ શાંતિથી કહ્યું : બેન ! તમે મને શું મજા ચખાડવાના હતા ? સાંભળો... મારી પત્ની ૧૦ દિકરાઓ મારી પાસે મુકી ડ્રાઇવર સાથે ભાગી ગઇ છે. મોટી દીકરી કુમારી જ ગર્ભવતી બની છે. પૂછ્યું તો કહે મને બાળકના પિતાનો ખ્યાલ નથી. વચલો એક છોકરો ગાંડો છે. એનાથી નાનાને પોલીયો થયેલો છે. અને જેને હું મારું છું તે છોકરો ટિકિટ ચાવી ગયો છે. મને દમ ચડે છે અને અધૂર માં પરૂં અમે ખોટી ટ્રેનમાં ચડયા છીએ. બોલો... બેન ! હવે તમે શું મજા ચખાડવાના છો ? ખૂબ હોાથી જીવનપથમાં ડગ માંડયા પણ કુદરતે ખૂબ ‘મજા’ ચખાડી મારી હોશમાંથી હવા જ કાઢી નાખી છે.
(આવો મિત્ર વાર્તા કહું) - પૂ. પં. શ્રી મુનિચન્દ્ર વિજયજી ગણિ.
ØØØØØØØØ0000 300000ØØØØØØØØØØ=