Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચેત ચેત ચેતન ! તું ચેત
શ્રી જૈનશાસન (અઠવાડીક)
ચેત ચેત ચેતન ! તું ચેત
* અનાદિ કાલીન ભોગતૃષ્ણા એ તારી કેવી દયામણી કરૂણાવાળી હાલત કરી છે. વિષયવાસનાના વિલાસોના વિસ્તારોમાં શું શું નથી ચિંતવતો જે તારા ભવભ્રમણને વધારી રહેલ છે. મોહનીં ગોપી સમાન, વૃષભને દમન કરનારી દામિની સમાન ઇચ્છા પ્રમાણે ચાલનારી અને કજીયાની ભૂમિ સમાન મન-ગમતી કામિનીના ધ્યાનમાં તું મોહ મસ્ત બની શું શું કરી રહેલ છે તેનો જરા વિયાર કર ! તેનાથી તારી જાતને બચાવવા વિચાર કે - “અહો ! વિષયનું લંપટપણું કેવું છે ? અહો ! કર્મની વિચિત્રતા કેવી છે ? અહો ! રાગ દ્વેષ રૂપી શત્રુઓ કેવા છે ? અને અહો ! મોહનો વિલાસ કેવો અચિંત્ય છે ?'' કે સારા કુળમાં ઉત્પન્ન થયેલા
હિંમત છે તો અમારી સાથે છેડો ફાડી નાંખો., ખરા કોંગ્રેસી તો અમે જ છો.
‘પદ્મરાજ’
પણ પાગલ બની શું શું કરે છે ? મારી તે ભોગતૃષ્ણાનો વિલય થાઓ... હે પ્રભુ ! આપની પાસે આ જ માગણી છે કે આ વિષયોના વિકારોથી મને બચાવો...... !
܀
હે આત્માન્ ! તને જે હૈયાથી સંસારની ભીતિ અને મોક્ષની પ્રીતિ પેદા થઇ હોય તો તું સંસાર રૂપી વૃક્ષના મૂળ બીજ એવા કષાયોનો ત્યાગ કર. આ કષાયો એ કડવા વૃક્ષ જેવા છે, દુર્ધ્યાન તેનું પુષ્પ છે, આ લોકમાં પાપકર્મમાં રતિ અને પરલોકમાં દુર્ગતિ તેનું ફળ છે. તો અનર્થના કરૂણ એવા આ કારમા કષાયોનો દૂરથી જ ત્યાગ કર. બાકી જો તેનો આધીન બન્યો તો તારું શું થશે તે જ્ઞાની જ જાણે....
* વર્ષ: ૧૬૪ અંકઃ ૨૩ * તા. ૪-૫-૨૦૦૪
( 7.\ -.
આપણા શાસનમાં પણ આવું જ છે ને ? શ્રાવકોએ ભણવું નથી. જૈન ધર્મની ઓળખ કરવી નથી. ઇતિહાસ જોવો કે જાણવો નથી. બાબા વાકય પ્રમાણ એ પ્રમાણે જીવવું છે, આમાં સંઘમાં જૈન જયતિ શાસન કયાંથી થાય.
(ગુજરાત સમાચાર)
૩૨૩
લવાજમ પૂરા થતાં નવું લવાજમ મોકલવા વિનંતી
જેમના લવાજમ પૂરા થાય છે તેમને પોસ્ટ કાર્ડથી જણાવાય છે તો લવાજમ પાંચ વર્ષનું કે આજીવન મોકલવા ગ્રાહકોને વિનંતી છે. અંક ન મલવા અંગે :- જેમને ૨ માસ અંક ન મળે તેમણે ગ્રાહક નંબર સહિત પોસ્ટકાર્ડથી જાણ કરવી.
બિલ્ડીંગમાં અંક ઉપર પહોંચાડવાને બદલે ગ્રાઉન્ડ ફલોર મૂકી જાય છે તો તે તપાસ કરી તરત અંક મેળવી લેવો.