Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઉવસમેણ હણે કોહં
હેરાન કરવામાં કોઇ કમી રાખી નહોતી એ જ કમઠ જયારે મેઘમાળી બની નાસિકા સુધી જળ લાવી ડુબાડે છે, ત્યારે પોતાનો પરમ ભકત ધરણેન્દ્ર સેવામાં તત્પર થાય છે તો પણ તેને એક નાની સરખી પણ આજ્ઞા કરતાં નથી કે ‘આ મેઘમાળીને સીધો કરી દે' અરે! એ વાત તો જવા દો પણ પોતે જ આખાય વિશ્વને આંખના પલકારામાં હચમચાવી શકનાર હોવા છતાં પણ હેરાન કરનાર ‘‘કમઠ (મેઘમાળી)'' અને પરમ ઉપાસક ‘ધરણેન્દ્ર’ બંને, ઉપર એક સરખો ભાવ રાખી પ્રભુ ઉપશમના ઉપ.સક બની ઉત્તમપદના ભોક્તા બની ગયા.
શ્રી જૈનશાસન (અઠવાડીક)
૩. દૃઢપ્રહારી જેણે સમગ્ર નગરના દરેક કુટુંબમાંથી પ્રાયઃ એકાદ સભ્યને તો હણ્યો જ હોય એવો અતિક્રૂર `પણ જયારે કર્મો પ્રત્યે અતિક્રૂર બને છે ત્યારે પૂર્વે કરેલ પાપોને પખાળવા પ્રતિદિન નગરમાં જયાં જયાં પોત હત્યાઓ કરી હતી તે તે જ ગૃહોમાં ભિક્ષાટન કરી રહ્યો છે ત્યારે નગરજન સ્વજનના હત્યારાને હણવા પથ્થરો, ઈંટો, લાકડીઓ, ગાળો આદિની ઝડી વરસાવવા છતાં ઉપશમની ઉપાસના દ્વારા છ મહિનાના ટૂંકા ગાળામાં કેવળ લક્ષ્મીને પ્રામ કરી.
૪. અર્જુનમાળી જે રોજના છ પુરૂષ અને એક સ્ત્રી કુલ સાતને હણીને જ જંપનારો જયારે શ્રેષ્ઠિ સુદર્શનના સંગે મળેલા ઉપશમ ઉપદેશક પ્રભુના ઉત્સંગે ઉપાસના કરત. દૃઢ પ્રહારીની જેમ નાગરીકોના આક્રોશો સહન કરીને મુક્તિવધૂને વરી ગયો.
૫. ખંધકમુનિ જે રાજરાણીના ભાઇ થતાં હતાં પણ રાજાને તેમના પર જાર તરીકેની શંકા થતાં ચંડાળોને ચામડી ઉતારવા મોકલ્યા છે, ત્યારે મુનિએ સામેથી કહ્યું કે તમને જેમ ફાવે તેમ ઉભો રહું આવા પ્રકારની સમતાના સાધક બની સિદ્ધિપદને સાધી લીધું.
૬. ગ૪સુકુમાર જયારે
શ્મશાનમાં
૭૧ ૩૨૧
* વર્ષ: ૧૬* અંકઃ ૨૩ * તા. ૪-૫-૨૦૦૪ કાઉસગ્ગધ્યાને રહ્યાં છે ત્યારે પોતાના જ સંસારી સસરાજી મસ્તક ઉપર અંગારાથી ભરેલી પાળ બાંધે છે તે વખતે આ તો મુક્તિની પાગ છે એમ વિચારી તેને ઉપકારી ગણી ક્ષમાની સાધના કરતાં સર્વસંબંધોથી મુક્ત થઇ ગયા.
૭. મેતારજમુનિને સોનીએ જયારે પોતાના મોતીના જવલાં ન જડતાં જ્વલાંનો ચોરનાર આ મુનિ જ છે એમ વિચારી મસ્તકે વાધર વીંટાળી ત્યારે પણ મારો ગુનો શો? એવી ફરીયાદ તો દૂર રહી પણ જવલા ચણનાર પક્ષીને બચાવવાની ભાવનાથી મૌન ધારણ કરી તે સોની ઉપર સમભાવ રાખી અંતકૃત કેવળી બની શાશ્વતપદને મેળવી લીધું.
૮. ઝાંઝરીયા મુનિને જોઇને રાણીને ભાતૃસ્નેહથી આવેલ આંસુ નીહાળી રાજાએ અવિચારી પગલું ભરી સેવકો દ્વારા તેમનું મસ્તક ઉડાવી દેવરાવ્યું ત્યારે પણ તે મુનિએ પ્રશમરસના પ્રવાહમાં પાપોને પખાળીને પરમતત્ત્વને પ્રાપ્ત કર્યું.
૯. આચાર્ય અન્નિકાપુત્ર જેઓ જંઘાબળક્ષીણ થવાને કારણે વરસોથી એક જ સ્થાને સ્થિર હતા. અને જ્યારે કેવળી સાધ્વીજીના મુખેથી સાંભળ્યું કે મને ગંગા નદી ઉતરતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની છે તો શરીરની પરવા કર્યા વિના શીઘ્રતાથી નદી કીનારે પહોચ્યાં અને નાવમાં બેઠાં તે સમયે પૂર્વભવના વૈરિણી દેવીએ નાવને ભાંગીને નદીમાં ડુબાડી ભાલાની તીક્ષ્ણ અણીપર ઝીલી લઇ મરણને શરણ કરી દીધા. તેવા અવસરે પણ ક્ષમા ધારણ કરીને મુક્તિપદ પામી ગયા.
ક્રમશઃ