Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
0000000000000000000000000000000000
શ્રી જૈનશાસન (અઠવાડીક)
* વર્ષ: ૧૬ * અંકઃ ૨૧ * તા. ૧૩-૪-૨૦૦૪
પત્ર દ્વારા પ્રશ્નોત્તરો
પૂજાપાદશ્રી જીવનની છેલ્લી ઘડી સુધી પત્ર લેખનની પ્રવૃત્તિ દ્વારા કોઇને પ્રેરણા, કોઇને શંકા- સમાધાન તો કોઇને સમાધિનું પુણ્યપ્રદાન કરતાં રહ્યા. પૂજ્યશ્રીએ સ્વહસ્તે લખેલા પત્રોનો સંગ્રહ કરવામાં આવે તો ય એક દળદાર ગ્રં। તૈયાર થઇ જાય! પ્રસ્તુત લેખમાં પૂજ્યશ્રીએ પૂ.આ. શ્રી સુધાંશુસૂરિજી મહારાજ પર અવારનવાર જે પત્રો લખેલા, એમાંથી તારવેલા પ્રશ્નોત્તરો લગભગ પૂજયશ્રીની લેખન શૈલીમાં જ રજૂ થઇ રહ્યા છે. -સંપા.
પુસ્તક અને ઉદ્ઘાટન
પુસ્ત.કના ઉદ્ઘાટનની પ્રવૃત્તિ પણ બરાબર જણાતી નથી. જૈનેત્તરોના હાથે ઉદઘાટન કરાવવાનું પ્રયોજન શું? એવા પ્રસંગોમાં હાજરી શ્રાવકો પણ ન આપે, એ જ સારૂં. શ્રાવકો પાસે પણ કાં ઉદ્ઘાટન કરાવવાનું છે? કોઇ સારૂં પુસ્તક છપાયું હોય ને સંઘ સમક્ષ ગુરૂમહારાજને વહોરાવવાની ક્રિયારૂપ ઉદ્ઘાટન હોય તો જુદી વાત છે.
વિયરામચંદ્ર સૂરીશ્વરજી જિનવાણી- કલ્યાણ શ્રદ્ધાંજલી વિશેષાંક પાના નં. ૩૭૯-૩૮૦ (પૂ.શ્રીના પરિવારમાં વિમોચનનો મોહ આગળ વધે છે- તો સાવધાન)
શંકા અને સમાધાન
પરમપૂજય પરમારાધ્યપાદ પરમ ગુરૂદેવ શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ વિ.સં. ૨૦૪૬મ ચૈત્ર મહીને આપેલ શંકા સમાધાન અત્રે શબ્દશઃ રજૂ થાય છે.
સમાધાનદાતા:- પૂજયપાદશ્રી
શંક કાર:- મુમુક્ષુ રાજેશ ઓસ્તવાલ
પ્રશ્ન ૧૧ : વ્યાખ્યાનમાં અમે પ્રશ્નો પૂછીએ અને તે પ્રશ્નોના ઉત્તરોથી માર્ગ વિરૂદ્ધ તથા શિથિલાચારીઓ સંઘ સમક્ષ ઉઘાડા પડતાં હોય (સહજથી) તો તેવા પ્રશ્નો પૂછવા જોઇએ કે નહિં?
જાબ: વિવેકપૂર્વક પ્રશ્નો પૂછવા.
પ્રશ્ન ૧૨ : કોઇ કોઇ મહાત્મા અમને પ્રશ્ન કરતાં રોકે છે, તો અમારે શું કરવું? જાબઃ વિવેકપૂર્વક પૂછવા છતાં જવાબ ન જ આપતા હોય તો વ્યાખ્યાનમાં ન જવું. વિજયરામચંદ્ર સૂરીશ્વરજી જિનવાણી- કલ્યાણ શ્રદ્ધાંજલી વિશેષાંક- પાના નં. ૩૦૬ (સારા સાચા પ્રશ્નોના જવાબ ન આપવા તે આ સિદ્ધાંતથી વિરૂદ્ધ છે.)
જૈન શ્રી નેમનાથદાદાની પ્રાચીન પ્રતિમાજી જોઇએ છે.
ફ્રેન્દ્રનગરમાં નવા બનતા જૈન દેરાસરમાં મૂળ નાયકના સ્થાને પ્રતિષ્ઠા કરાવવા માટે ૨૩’' અથવા તેનાથી મોટી જૈન નેમનાથદાદાની (શંખના લાંછનવાળી) પ્રાચીન પ્રતિમાજીની અમોને જરૂરીયાત છે તો આપી શકાય તેમ હોય તો અમારો તુરત જ સંપર્ક કરવા નમ્ર વિનંતી. ભરતભાઈ કોઠારી : ૨૭/૨૪, જીનતાન ઉદ્યોગનગર, સુરેન્દ્રનગર-૩૬૩ ૦૦૨. ફોન : ૦૨ચર ૨૨૦૦૨૦ મોબાઈલ : ૯૮૨૫૩ ૧૦૨૦૧
ØØØØØØØ000 30 000000000ØØØØØE