Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
आज्ञाराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશો દ્વાર૬ ૫, આ. શ્રી વિજયઅમૃતસૂરીસ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પt 1
10 05 -
જૈl શાસન)
તંત્રીઓ : ભરત સુદર્શનભાઇ મહેતા (રાજકોટ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
(અઠવાડીક)
વર્ષ: ૧૬)
* સંવત ૨૦૬૦ મહા વદ - ૪
મંગળવાર, તા. ૧૦-૨-૨૦૦૪
(અંક: ૧૩
૨મજતો સારું છે. બાછા ઘોર અંધારું છે.
- સંપાદકીય
નું
વર્તમાનકાળમાં અમદાવાદ-સાબરમતી સ્મૃતિમંદિરનો વિવાદ- (ગુરુમૂર્તિ-ગુરૂપગલાં આદિ ભરાવવાની પ્રતિષ્ઠિત કરવાની બોલી દેવદ્રવ્ય ન ગણાય કે ન ગણાય) ચરમ સીમાએ પહોંચ્યો છે. આ દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાચ આ વાત આજસુધી દ્રવ્યસપ્તતિકાદિ શાસ્ત્રાધારે, મહાપુરૂષોના અમૂલ્ય માર્ગદર્શનના પત્ર આદિ રૂપે પ્રગટ કરવામાં આવી છે. છતાં પણ સત્તાવાર કોઈ જ સ્પષ્ટતા કરવી નથી કે સ્વ.પૂ. ગચ્છાધિપતિના અભિપ્રાયોને પણ માનવા નથી અને બચાવામાં કહેવું છે કે - “ આ તો શ્રાવકોએ કરેલો નિર્ણય છે. મહાત્માઓને લેવા દેવા નથી.'
જૈન શાસન શાસ્ત્રાધારે ચાલે છે, પત્રોના આધારે નહિ”, “આ બધુ પ્રગટ કરી શાસનની લઘુતા કરે છે, વાતાવરણ ડહોળે છે.”
આવો પોકળ પ્રચાર કરનારાઓને જાહેરમાં ચેલેન્જ કરવા છતાં સ્વીકારવી નથી, જવાબ આપવા નથી. ગોળ ગોળ વાતો કર્યા વિના જે હોય તે સ્પષ્ટ જાહેર કરે તો આપોઆપ વિવાદ શમી જાય. “નાચવું ન હોય તો આંગણું વાંકુ” કહેનારને માટે કોઈ જ ઉપાય નથી.
શ્રી દિનમંદિર ધર્મસ્થાનો સ્વદ્રવ્ય કે સાધારણ દ્રવ્યથી જ નિર્માણ કરવાના છે - તે જ શું સૂચવે છે તે સ્પષ્ટ સમજાય છે. વર્તમાનકાળની વિષમતાઓના કારણે દેવદ્રવ્યના સદુપયોગનો ઉપદેશ અપાય છે.
બાર મહિનાના અષ્ટપ્રકારી પૂજાના ચઢાવા અને રોજના પહેલી પ્રક્ષાલપૂજા, કેસરપૂજા, પુષ્પપૂજા, મુગટ II પૂજા આદિના ચઢાવામાં કેટલું અંતર છે તે વિવેકીઓ સારી રીતના સમજે છે. પ્રક્ષાલ-કેસર કે પુષ્પ પૂજાના ચઢાવામાંથી દૂધ-કેસર કે કુલ લવાય” તેમ કોઈજ ઉપાસક કહે પણ નહિ. તો ગુરુદ્રવ્યમાંથી ગુરુમંદિરાદિ બનાવાય એમ કહેવાની ધૃષ્ટતા કેમ થાય છે તે જ સમજાતું નથી.
જે મહાપુરૂષે જીવનભર દેવદ્રવ્યના રક્ષણનો માર્ગ સમજાવ્યો અને દેવદ્રવ્યમાંથી થતાં મંદિરાદિ નિમણ) પણ જેઓ રૂચિકર ન હતા તે વાત આજે અત્રે વાચકોની જાણ માટે-પૂ. આ.શ્રી પૂર્ણચન્દ્ર સૂ. મ. આલેખિત મંત્રીશ્વર દંડનાયક શ્રી વિમલ” પુસ્તિકાના પરિશિષ્ટમાંથી (પૃ. ૨૬૭ થી ૨૭૦) તેમના જ શબ્દોમાં “જિનવાણિ” પાક્ષિક આબુતીર્થ પ્રતિષ્ઠા સચિત્ર વિશેષાંક (વર્ષ-૪, અંક ૨૦/૨૨, ૧૫-૭-૭૯)ના આધારે આ પરિશિષ્ટ
છે.
પર
'
આ
.
છે