Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
@XOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOX
શ્રી જૈનશાસન (અઠવાડીક)
પ્રશ્નોત્તર વાટિકા
આણા વિણ નવિ સંઘ છે અસ્થિતણો સંઘાત. દેવગુરુની આજ્ઞાને શિરોમાન્ય કરે તે સંઘ કહેવાય. આજ્ઞાને ન માને તે સંઘ ન કહેવાય, પરંતુ હાડકાનો ઢગલો કહેવાય.
|
પરમાત્માની આજ્ઞાને શિરોમાન્ય માનનાર શ્રી સંઘ તિર્થંકર સમાન ગણાય. દેવદ્રવ્ય વિ.ના ચઢાવાની રકમ વધુ થાય કે ઓછી તેનું મહત્વ નથી મમત્વ મારવાનો ભાવ છે તેનું મહત્વ છે. બે-પાંચ વર્ષની મુદત રાખવામાં આવે તે પણ યોગ્ય નથી આજે શકિત હોય તે મુજબ જ બોલવાનું છે કહ્યું છે કે
जिणवर आळारहियं वद्धारंतावि के वि हंति भवसमुद्रे मूढा मोहेण अन्नाळी ॥ જિનવરની આજ્ઞાથી રહિત દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં પણ કેટલાક મોહથી મૂઢ અજ્ઞાની સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે.
‘ભગવાન મહાવીરનો એ મૌલિક સિદ્ધાંત છે કે છતી વસ્તુનો સદુપયોગ કરવો તે ધર્મ પણ સદુપયોગ માટે વસ્તુ પેદા કરવી તે પાપ- પાસે હોય તે વસ્તુના સદુપયોગનો ઉપદેશ હોય.’
આવી રીતે મુદત જાહેર કરીને ચઢાવા બોલાય ત્યાં આચાર્ય ભગવંત આદિ પૂજયોએ નિશ્રા ન આપવી અને આરાધકોએ ત્યાં આગળ ચઢાવો બોલવો નહિં.
* વર્ષ: ૧૬ અંકઃ ૧૫ * તા. ૨૮-૨-૨૦૦૪
દેવદ્રવ્યાદિના વિનાશમાં ઉદાસીપણું રામે એટલે તે દ્રવ્યાદિનો બગાડ થતો હોય તેને દેશનાદિ વડે નિવારે નહિં તો તે અનંત સંસારી થાય છે.
|
|
आळाभंगं दद्ं मज्जत्था ठिं ति जे तुसिआणं अ - विहि अणुमोसणा तेसिंपि होइ वयलोवो ॥ (૩૪) જીવદયાની રકમ બાબતે સંઘનું કર્તવ્ય શું? પરમાત્માનું શાસન ભાવદયા ઉ.૨ છે અને ભાવદયા પૂર્વકની દ્રવ્યદયા પોતાની શકિત અને સંયોગાનુસાર કરવી જોઇએ. પોતાના નિમિત્તે કોઇપણ જીવ મરી ન જાય તેની કાળજી અવિરતપણે રાખનારા પૂણ્યાત્માઓ તિર્યંચગતિમાં રહેલા જીવો પણ પરમાત્માનું શાસન પામી જલ્દી મુક્તિપદને પામે તેવી ભાવદયાયુક્ત બનીને વિવેકપૂર્વક અબોલ જીવોને બચાવવામાં તથા માત્ર જીવદયાના ધ્યે થી ચાલતી પાંજરાપોળમાં જીવોના જીવન નિર્વાહનાં પોતાની સંપત્તિનો ઉપયોગ કરતાં હોય છે. સંઘમાં પણ પર્યુષણા વિ. પર્વના દિવસોમાં, શાંતિસ્નાત્ર, વિ. પ્રસંગોમાં અને વરસાદના અભાવે દુષ્કાળના સમયમ. જીવદયાની ટીપ થતી હોય છે. અને જીવદયાની સંપૂર્ણ રકમ સંઘના આગેવાનોએ કોઇપણ જાતનો ભેદભાવ રાખ્યા વિના પાંજરાપોળ વિ.માં તુરત જ મોકલી આપવી જોઇએ. ઘણી જગ્યાએ ટ્રસ્ટીઓ પોતાના દેશમાં અથવા જયાં પોતાનું ચલણ હોય ત્યાં વધુ રકમ મોકલાવી દેતાં હોય છે. આ વ્યવહાર બિલકુલ યોગ્ય ગણાય નહિં. જીવદયાની રકમ જમા ન રહેવી જોઇએ. આપણે ત્યાં રકમ હોય અને જેટલા જીવ મરે તેની અનુમોદનાનું પાપ આપણને લાગે, માટે જીવદયાની રકમ તુરત જ વાપરી નાંખવી જોઇએ.
|
(ક્રમશઃ)
વર્તમાન કાળની વિષમતાને આંખ સામે રાખીને ધર્માદા દ્રવ્યની રકમનું દેવું એક દિવસ પણ રાખવું નહિં, તુરત જ આપી દેવું જોઇએ.
(૩૩) દેવદ્રવ્યાદિનો વિનાશ કે દુરૂપયોગ થતો હોય તો સાધુનું કર્તવ્ય શું?
મારા ત્હારાનો કોઇપણ જાતનો ભેદભાવ રાખ્યા વિના દેવદ્રવ્યાદિનો વિનાશ, દુરૂપયોગ કે ઉપેક્ષા થતી હોય તો સ્પષ્ટ અને કડક શબ્દોમાં ઉપદેશ દ્વારા કહેવું જોઇએ. કહ્યું છે કે
સર્વ સાવદ્ય કર્મથી વિરત એવા સાધુ પણ જે તે
(CCCCCCCCC) ૨૩૦ CCCCCCC,