________________ સાભાર ઋણ સ્વીકૃતિ પ. પૂ. ડા. તરૂલત્તાબાઈ મહાસતીજીના " આત્મસિદ્ધિ શાસ્ત્ર ) પરના આ પ્રવચનેને છપાવી પ્રસિદ્ધ કરવાની અમારી મનીષા હતી. આ કાર્યમાં જેમને પ્રત્યક્ષ અને પક્ષ સાથ અને સહકાર મળેલ છે તે સર્વે ધર્માનુરાગી ભાઈઓ તથા બહેનના અમે અત્યંત ત્રણ છીએ. | સર્વ પ્રથમ શાસ્ત્રોક્ત સિદ્ધાંતની સચોટ અનુભૂતિના સ્વામી અધ્યાત્મગિનિ બા. બ્ર. પ. પૂ. લલિતાબાઈ મહાસતીજી-બા૫જી- જેમને અથાગ અનુગ્રહ અમારા પર રહ્યો છે. આપશ્રી તથા તેમનાં ગુણીયલ સાધ્વીવૃંદને ત્રણ ચાતુર્માસને લાભ અમને મળ્યો. તેમના સાનિધ્યે અને તેમની પ્રેરણાથી અમેને બબ્બે દિક્ષા મહોત્સવને લાભ મળે તથા સવિશેષ તે આ વરસે જ્યારે તેઓ સર્વેનું ચાતુર્માસ હૈદ્રાબાદ નક્કી થઈ ગયેલ હતું ત્યારે પણ અમારી વિનંતીને માન આપી પૂ. તરૂલતાબાઈ મહાસતીજી આદિ ઠા. 5 ને મદ્રાસ ચાતુર્માસ કરવા અનુમતી આપી તેઓનું ઋણ સદાયે અમારે હૈયે વસે છે. તત્વજ્ઞ પૂ. ડે. તરૂલતાબાઈ મહાસતીજીએ અને તેમના વ્યાખ્યાનેથી પ્રભાવિત કર્યા હતાં. આ વરસે જ્યારે અમે તેમના ચાતુર્માસને લાભ મેળવી શક્યા અને તેમણે પોતાની આગવી છટાથી જીનેશ્વરની અમૃતવાણી વહાવવા માંડી ત્યારે અનેક ધર્માનુરાગી શ્રાવક-શ્રાવિકાઓએ વ્યાખ્યાનેને પુસ્તક રૂપે છપાવવા વિનંતી કરી જેના ફળ સ્વરૂપે આ પુસ્તકે રજુ થઈ રહ્યાં છે. પૂ. મહાસતીજી વ્યાખ્યાનના પ્રકાશન માટે પણ બીલકુલ ઉદાસીન હતાં. પરંતુ બધાની જોરદાર માંગણી સામે તેઓએ ઘણાં જ સંકોચ સાથે સ્વીકૃતી આપી. અમે સર્વે તેઓશ્રીના અત્યંત ગણી છીએ. બા. બ્ર. પ. પૂ. જશુમતીબાઈ મહાસતીજી, બા. બ્ર. પ. પૂ. સુમિત્રા બાઈ મહાસતીજી, બા. બ્ર. પ. પૂ. અરૂણાબાઈ મહાસતીજી, બા.બ્ર.પ. પૂ. શ્રેયાબાઈ મહાસતીજી, બા. વ્ર, પ. પૂ. શ્રી દત્તાબાઈ મહાસતીજી,