________________ પૂ. બાપજીના આશિર્વચનો આત્મશુદ્ધિ એ જ સિદ્ધિ મનુષ્ય બુદ્ધિ દ્વારા ઘણુ જ જાણે છે માણે છે પરંતુ તેનાથી ઈષ્ટની ઉપલબ્ધિ થતી નથી. તે માટે તે ભાવ તથા વિવેક પૂર્વક આંતરિક ચેતનાની જાગૃતિ જરૂરી છે. બુદ્ધિ વિવેક પૂર્વક જ્ઞાન ચેતના સાથે જોડાય છે ત્યારે તે પ્રજ્ઞાનું રૂપ ધારણ કરે છે. આ બધુ બહાર નથી પણ આપણી અંદર જ છે, અને તે આપણું ભાવ પુરુષાર્થને આધિન છે. એ જ સત્યને બતાવવાને સાધ્વી તરૂલતાજીને આ પ્રયાસ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માની શુદ્ધિના લક્ષે જ રચાયું છે. રચયિતાનું લક્ષ સ્વ અને પર બન્નેની શુદ્ધિનું દેખાય છે. અને તે વાત પણ એટલી જ સ્પષ્ટ અને સત્ય છે કે શુદ્ધિ વગર સિદ્ધિ નથી. કાર્ય અને ચેય બને આત્મા માટે જ છે. શુદ્ધિ પણ આત્માની અને સિદ્ધિ પણ આત્માની જેમ આ શાસ્ત્ર રચનારનું લક્ષ્ય સ્વ–પર હિત અને શુદ્ધિ તથા સિદ્ધિનું છે, તેમ આ શાસ્ત્રની યથા શક્તિ વ્યાખ્યા કરી વ્યાખ્યાન રૂપે રજુ કરનાર વ્યાખ્યાનકારનું ધ્યેય પણ સ્વ પર હિત અને શુદ્ધિ તથા સિદ્ધિનું જ છે. તેમાં શંકાને સ્થાન નથી. આવા ધ્યેયના ફળ રૂપે જ આવી ભાવ ભરેલી ભાષા નીકળે, અન્યથા વ્યાખ્યામાં અને ભાષામાં કુત્રિમતા દેખાય, અહીં આપણને ભાવ સાથે ભક્તિ જોવા મળે છે, આ ભાવ ભીની ભાષા જિજ્ઞાસુ જનેના હૃદયને ભીંજવીને આત્મસાત કરાવી, આત્માનુભૂતિ સુધી લઈ જાય એવી મારા અંતરની અપેક્ષા અસ્થાને નહીં ગણાય. આ વ્યાખ્યાનોમાં અલંકારી ભાષા વાપરી શબ્દોના સાથિયા પૂર્યા વગર જ વિષયની રજુઆત કરવામાં આવી છે. દ્રષ્ટાંતથી શ્રોતાઓને મનોરંજન કરાવ્યું નથી, પરંતુ શક્ય અને શક્તિ પ્રમાણે સત્યને તથ્ય-પષ્ય સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સાધકનું જ્ઞાન સ્વ ઉપકારી જ હોય છે. ત્યારે તેનું શ્રુતજ્ઞાન સ્વ- અને પર બને માટે ઉપકારી બને છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર સ્વ–પર ઉપકારી જ છે, તેઓ જબરજસ્ત જવાબદારી લેતા કહે છે કે - તમે સાધના શરૂ કરે અને સિદ્ધિની ચિંતા મને સેંપી દે. તેમના જ શબ્દોમાં કહીએ તો : તમે નવા કર્મોનુ બંધન રેકી દે. જુનાની ચિંતા ન કરે,” “પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.”